વલસાડ: ઔધોગિક નગરી વાપીમાં ફરી ફરી એક વખત નશીલા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. આ વખતે વાપી જીઆઇડીસી પોલીસે નેશનલ હાઈ વે ના સર્વિસ રોડ ઉપરથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ મહારાષ્ટ્ર થી ગાંજો લાવીને વાપી ના લવાછા ખાતે વેચવાની ફિરાકમાં હતા.
છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક નગરી વાપીના છેવાડાના વિસ્તારોમાં ગાંજા જેવા નશીલા કારોબારનો મોટાપાયે રેકેટ ચલાવી અને યુવાધનને નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યા હોવા ની વાપી જીઆઇડીસી પોલીસને બાતમી મળી હતી. આથી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈ વે 48 ઉપર વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન જીઆઇડીસી પોલીસ ને ફર્સ્ટ ફેસ હાઈ વે પાસે એક હોટેલની આગળ સર્વિસ રોડ ઉપર બે શંકાસ્પદ ઈસમો દેખાયા હતા અને પોલીસે ઇસમોના લગેજ બેગની ચકાસણી કરતા તેમાંથી વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
જીઆઇડીસી પોલીસે લગેજ બેગ માંથી કુલ 1,59,980 રૂપિયા કિંમત નો 15.998 કિલોગ્રામ ગાંજો કબ્જે કરી આરોપી નિશાર સાહબ અલી અને અમન સીબુ તૂરી બંને રહે લવાછા પિપરિયા ની અટકાયત કરી હતી અને ત્યાર બાદ બંને આરોપીને પોલીસ મથકે લાવીને પૂછપરછ કરતા બંને આરોપી આ ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રના ભૂસાવલ ખાતેથી એક ઈસમ પાસેથી ખીરીદીને લાવ્યા હતા અને આ બંને આરોપીઓ ગાંજાનો જથ્થો લવાછા લઈ જઈ વેચવાની ફિરાકમાં હતા.
જોકે તે પહેલા જ બંને આરોપી પોલીસ ના હાથે ઝડપાયા ગયા છે. અને હાલ જીઆઇડીસી પોલીસે બંને આરોપી સામે એનડીપીએસ એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. અને પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને 17 ડિસેમ્બર સુધી ના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર