વાપી: દુષ્કર્મ આચરી ઉતાર્યો વીડિયો, ફરીવાર તાબે ન થતા વીડિયો સગીરાના પિતાને મોકલ્યો, યુવકની ધરપકડ 

વાપી: દુષ્કર્મ આચરી ઉતાર્યો વીડિયો, ફરીવાર તાબે ન થતા વીડિયો સગીરાના પિતાને મોકલ્યો, યુવકની ધરપકડ 
આરોપીની ધરપકડ

સગીરાને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી સગીરાને શારીરિક સંબંધ માટે દબાણ પણ કરતો હતો.

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વાપી: વાપીની (Vapi) એક સગીરા (Minor) પર દુષ્કર્મ આચરી અને તેને બ્લેકમેઈલ  (physically abused and blackmailing) કરતો આરોપી આખરે વાપી પોલીસના પાંજરે પુરાયો છે. મહત્વપૂર્ણ છે  કે, દમણમાં રહેતો આદિત્ય રામનરેશ શર્મા નામના  એક યુવકએ વાપીની એક સગીરા પર એક વર્ષ અગાઉ દુષ્કર્મ આચર્યું હતું દમણમાં કબ્બડ્ડીની પ્રેક્ટિસ દરમિયાન સગીરા સાથે પરિચય થતાં આરોપી આદિત્ય શર્માએ  સગીરાને બાઇક પર ઘરે મૂકવા આવવા ના  બહાને તેના ઘરે લઇ જઇ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. અને તે વખતે તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો. જે બાદ અવારનવાર આરોપી  આદિત્ય શર્મા સગીરાને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી સગીરાને શારીરિક સંબંધ માટે દબાણ પણ કરતો હતો.

  જોકે એક વર્ષ સુધી સગીરા આરોપીની તાબે થઇ ન હતી. આખરે આરોપીએ સગીરા પર દુષ્કર્મનો વીડિયો પીડિતાના પિતાને મોકલી અને તેમને  ધમકી આપી હતી. આથી પીડિતાના પિતા પર અશ્લીલ વીડિયો પહોંચતાં  જ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થઈ હતી. આથી પિતાએ પોતાના પર એક વર્ષથી વીતી  રહેલી પીડાની વાત અને આરોપી દ્વારા થઇ રહેલા બ્લેકમેલિંગના પ્રયાસની વાત પરિવારજનોને કરી હતી.  Video: 'સૂર્ય દેવના તેજ છે અદકેરા' કવિતા સાથે ગણતંત્ર દિવસની પરેડમાં આવ્યો ગુજરાતનો ટેબ્લો

  આથી પીડિતાના પરિવારજનો અને પીડિતાએ  વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.  વાપી ટાઉન પોલીસે પોકશો એક્ટ હેઠળ દમણના આદિત્ય રામનરેશ શર્મા નામના આરોપી વિરુદ્ધ ફરિયાદની કલમ દાખલ કરી અને તેની ધરપકડ કરી હતી.

  72મા ગણતંત્ર દિવસે PM મોદીએ જામનગરના શાહી પરિવારે ભેટ આપેલી પાઘડી પહેરી

  ધરપકડ કર્યા બાદ આરોપીને  પોલીસે વલસાડની સ્પેશિયલ પોક્શો કોર્ટમાં રજૂ કર્યો હતો. આથી સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી  આદિત્ય શર્માને ત્રણ દિવસના રિમાન્ડ પર પોલીસને સોંપ્યો હતો.  આમ પોલીસે આરોપીને  રિમાન્ડ પર લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. અને આરોપીએ પીડિતાના પર દુષ્કર્મ આચરી બનાવેલો વિડિયો કબજે કરવા સહિત તેને અન્ય કોઇ જગ્યાએ સાર્વજનિક કર્યો છે કે નહીં, તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે આરોપીના રિમાન્ડ પર લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આમ વાપીની સગીરાને એક વર્ષથી બ્લેક મેઇલ કરતા  દુષ્કર્મનો  આરોપી પોલીસના પાંજરે પુરાતા આરોપી વિરુદ્ધ કડક અને દાખલા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અત્યારે તો પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ લઇ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  Published by:Kaushal Pancholi
  First published:January 26, 2021, 14:05 pm