બિલાડીની બબાલ! દોઢ વર્ષ પહેલા ગુમ થયેલી વિદેશી બિલાડી માટે રેલવે પોલીસ થઈ દોડતી, વલસાડનો રસપ્રદ કિસ્સો

બિલાડીની બબાલ! દોઢ વર્ષ પહેલા ગુમ થયેલી વિદેશી બિલાડી માટે રેલવે પોલીસ થઈ દોડતી, વલસાડનો રસપ્રદ કિસ્સો
વિદેશી બિલાડીની તસવીર

જરૂરી પ્રક્રિયા પૂરી કર્યા બાદ દોઢ વર્ષ અગાઉ ગુમ થયેલી આ વિદેશી બિલાડીને તેના મૂળ માલિક એવા ફૈઝલ શેખને પરત કરવામાં આવી હતી.

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં (valsad railway station) દોઢ વર્ષ અગાઉ ગુમ થયેલી એક વિદેશી બિલાડીનો (Exotic cat) મામલોની ફરિયાદ દાખલ થઇ હતી. રેલવેના એક કર્મચારીની બિલાડી ગુમ (cat missing) થવાની ફરિયાદ દાખલ થતાં જ રેલવે પોલીસ (railway police) દોડતી થઇ હતી અને ગણતરીના સમયમાં જે દોઢ વર્ષ અગાઉ ગુમ થયેલી બિલાડીને શોધી અને મૂળમાલિકને પરત કરી હતી.આમ વલસાડ શહેરમાં બિલાડી ગુમ થવાનો મામલો અને પોલીસે ગણતરીના સમયમાં જ શોધી કાઢવાનો મામલો ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

  મહત્વપૂર્ણ છે  કે વલસાડના ફૈઝલ શેખના પિતા રેલવેમાં ફરજ બજાવે છે અને વલસાડ રેલવે કોલોનીમાં રહે છે.  જેઓ બે વર્ષ અગાઉ મુંબઈના મલાડથી પર્શિયન કેટ (Persian Cat) પ્રજાતિની એક વિદેશી બિલાડીની જોડ ખરીદી અને ઘરે લાવ્યા હતા. આ વિદેશી બિલાડીઓની જોડી ને ઘરે લાવ્યા બાદ પરિવારની વિદેશી બિલાડી સાથે આત્મીયતા બંધાઈ ગઈ હતી. અને આ બિલાડીને ઘરના સભ્યની જેમ રાખતા હતા.  જો કે દોઢ વર્ષ અગાઉ એક બિલાડી ઘરના પાછળના ભાગમાંથી બહાર નીકળી ગઇ હતી. અને કોઈ અજાણ્યો યુવકે બિલાડીને ચોરી કરી ગયો હતો. આથી પરિવાર ચિંતામાં મુકાયો હતો.અને બિલાડીને શોધવા એક વર્ષ ઉપરથી પ્રયાસો કરી રહ્યા હતા. તેમ છતાં બિલાડીની કોઈ ભાળ મળી ન હતી. આખરે આ પરિવારને બિલાડી વલસાડના મુસ્તાક નગર વિસ્તારમાં રહેતા એક  વ્યક્તિ પાસે હોવાની જાણ થઈ હતી.

  આ પણ વાંચોઃ-સુરતમાં ખરીદી કરવા આવેલી ઉત્તર પ્રદેશની યુવતીની છેડતી, ચોલી પહેરાવતી વખતે કર્મચારીએ કર્યું ન કરવાનું કામ

  જેથી તેઓએ મુસ્તાક નગરમાં રહેતા એ વ્યક્તિ પાસે જઈ એને બિલાડી પરત આપવાની માંગ કરી હતી. પરંતુ વ્યક્તિએ બિલાડી પરત નહીં આપતા આખરે મામલો વલસાડ રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.અને વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે  દોઢ વર્ષ અગાઉ ગુમ થયેલી વિદેશી બિલાડીની ફરિયાદ દાખલ થઇ હતી.. આમ એક બિલાડી ગુમ થવાની ફરિયાદ દાખલ થતા જ વલસાડ રેલવે પોલીસ દોડતી થઇ હતી. અને ગણતરીના સમયમાં જ ગુમ થયેલી બિલાડીને શોધી અને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ-સુરતમાં નોકરીના ત્રીજા દિવસે યુવતીને બોસનો કડવો અનુભવ, 'તું મારી સાથે સંબંધ રાખીશ તો જોઈએ એટલા પૈસા આપીશ'

  આ પણ વાંચોઃ-coronaમાં ઈમ્યૂનિટી વધારવા માટે ઘરેલું ઉપાય બની શકે છે ઘાતક, જાણો કેટલી માત્રામાં સેવન કરવું યોગ્ય

  બિલાડીને લાવી અને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી. અને જરૂરી પ્રક્રિયા પૂરી કર્યા બાદ દોઢ વર્ષ અગાઉ ગુમ થયેલી આ વિદેશી બિલાડીને તેના મૂળ માલિક એવા ફૈઝલ શેખને પરત કરવામાં આવી હતી.  આમ વલસાડ શહેરમાં એક વિદેશી બિલાડી ગુમ થવાનો મામલો અને ત્યારબાદ તેને શોધવા પોલીસ દોડતી થઇ અને ગણતરીના સમયમાં જ શોધી અને બિલાડીને તેના મૂળ માલિકને પરત કરવાનો મામલો ત્યારે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
  Published by:ankit patel
  First published:October 08, 2020, 20:03 pm

  टॉप स्टोरीज