વલસાડ વિશ્વમાં ચમકશે, 3333 કિલો પારદમાંથી બનશે વિશ્વનું સૌથી મોટુ પારદ મહાલિંગમ

પારદના શિવલીંગ સામે ધ્યાન કરવામાં આવે તો માનસિક અને શારીરિક રૂપે તેમાં અનેક ગણો ફાયદો થાય છે

News18 Gujarati
Updated: January 9, 2019, 3:40 PM IST
વલસાડ વિશ્વમાં ચમકશે, 3333 કિલો પારદમાંથી બનશે વિશ્વનું સૌથી મોટુ પારદ મહાલિંગમ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: January 9, 2019, 3:40 PM IST
વલસાડ થોડો સમય બાદ વિશ્ર્વ સમક્ષ ફરી એકવાર ચમકવા જઇ રહ્યુ છે. વલસાડમાં સૌથી મોટુ પારદનું શિવલીંગ બનવા જઇ રહ્યું છે. જે પારદ મહાલિંગમના નામથી ઓળખાશે. યજ્ઞ મુર્તી દાદાશ્રી અને ધ્યાનમુર્તી પુજય ગુરૂશ્રીએ વલસાડમાં વિશ્ર્વનું સૌથી મોટુ પારદ મહાલિંગમ બનાવવાનું કાર્ય શરૂ કર્યુ છે. ચોથી માર્ચ, 2019ના રોજ. મહાશિવરાત્રીના પાવન પર્વના દિવસે. પારદ મહાલિંગમની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.

ચિંતા, તણાવ, અસાધ્ય રોગો સહિતની કેટલીય મુશ્કેલીઓનું નિવારણ ધ્યાન કરવાથી મળતુ હોવાનો નિષ્ણાંતોનો મત છે. અને તેમાં પણ જો પારદના શિવલીંગ સામે ધ્યાન કરવામાં આવે તો માનસિક અને શારીરિક રૂપે તેમાં અનેક ગણો ફાયદો થાય છે. અને પારદ શિવલીંગથી થતા ફાયદાઓનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. તેથી આવા મહાન કાર્યને પૂર્ણ કરવાનું બીડું ઝડપ્યુ છે દાદા અને ગુરુએ.

કોણ છે દાદા અને કોણ છે ગુરુ

દિવ્યભુમી વલસાડ બનશે ધ્યાનભુમી, કારણ કે અહીં બનવા જઇ રહ્યું છે વિશ્ર્વનું સૌથી મોટું પારદનું શિવલિંગ. 3333 કિલો પારદમાંથી તૈયાર થશે પારદ મહાલિંગમ. સમગ્ર વિશ્ર્વભરમાંથી ધ્યાન કરનારા વ્યકિતઓ પોતાની ઉર્જા શક્તિમાં વધારો કરવા, અને તમામ દોષમાંથી મુક્તિ મેળવવા માટે ધ્યાનભૂમિ વલસાડ આવશે. માર્ચ 2019માં આ પારદ મહાલિંગમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

પારદ મહાલિંગમની સ્થાપના સાથે જ વલસાડ વિશ્વ સમક્ષ ચમકશે. કારણ કે, 3333 કિલોનું પારદ મહાલિંગમનું નિર્માણ જ ધર્મ જગત માટે એક ઐતિહાસિક ઘટના છે. યોગ શિખોપનિષદ ગ્રંથમાં પારદ શિવલિંગને સ્વયંભૂ ભોળાનાથના પ્રતિનિધિની માન્યતા આપવામાં આવી છે તો, આવા સંપૂર્ણ શિવાલયને વલસાડની ભૂમિમાં અવતરીરત કરવાનું પૂણ્ય કાર્ય કરી રહ્યા છે દાદા અને ગુરુ.

સંપૂર્ણ શિવાલય એવા પારદ મહાલિંગમ માટે પૌરાણિક ગ્રંથ રસ સમુચ્ચયમાં કહેવામાં આવ્યું છે કે, 100 અશ્વમેધ યજ્ઞ, ચારેય ધામમાં સ્નાન, સુવર્ણ દાન, એક લાખ ગૌ દાનના બરાબરનું પૂણ્ય મહાલિંગમના દર્શન માત્રથી મળતું હોવાનું કહેવાય છે. ધ્યાન માર્ગીઓ હવે રાહ જોઈ રહ્યા છે પારદ મહાલિંગમના અવતરણની.
First published: January 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...