વલસાડ: જળસંચય અભિયાન સ્થાનિક આદિવાસીઓ માટે આશિર્વાદરૂપ બની, મળી રોજગારી

News18 Gujarati
Updated: May 13, 2018, 7:02 PM IST
વલસાડ: જળસંચય અભિયાન સ્થાનિક આદિવાસીઓ માટે આશિર્વાદરૂપ બની, મળી રોજગારી

  • Share this:
વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. જ્યાં ઉદ્યોગ ધંધા નહિ હોવાથી રોજગારીનો અભાવ છે અને લોકો ફક્ત આકાશી ખેતી પર જ રોજગારી માટે નિર્ભર છે. જોકે ઉનાળામાં રોજગારીનું કોઈ અવસર નહીં હોવાથી લોકોએ હિજરત કરવી પડે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા જળસંચય અભિયાનના કામો દ્વારા અહીંના લોકોને રોજગારીનું સૌથી મોટું માધ્યમ પુરવાર થઇ રહ્યા છે. આ કામો થકી એક તરફ આવતા વર્ષોમાં આ વિસ્તારની પાણીની સમસ્યા દૂર થશે. તો પરંતુ અત્યારે આ જંગલ વિસ્તારમાં લોકોને ઘર આંગણે રોજગારી મળી રહી હોવાથી જળસંચય અભિયાન સાચા અર્થમાં અંતરિયાળ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ રહયા છે.

રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લોને વાડીઓનો પ્રદેશ માનવામાં આવે છે. જોકે જિલ્લાના ૬ તાલુકા પૈકી છેવાડે આવેલા કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાને રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવેછે. આ તાલુકામાં દર વર્ષે ચોમાસામાં સવાસો ઇંચ વરસાદ ખાબકે છે. આથી ચોમાસામાં આ વિસ્તારની સુંદરતા અને કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલે છે. જોકે કડવી વાસ્તવિકતા એ પણ છે કે, ઉનાળો આવતા જ આ વિસ્તાર કોરોધાકોર અને ભેંકાર દેખાય છે. જોકે પહાડી વિસ્તાર હોવાથી પાણી ટકતું ન હોવાથી આ વિસ્તારમાં દિવાળી પછી પાણીની સમસ્યા સર્જાય છે. લોકોએ પીવાના પાણી માટે ભારે હાડમારી વેઠવી પડે છે.

જોકે અત્યારે રાજયભરમાં સરકાર દ્વારા ચાલી રહેલા જળસંચય અભિયાન હેઠળ વલસાડ જિલ્લામાં 1300થી વધુ કામ ચાલી રહ્યા છે. જેના ઉપર વલસાડ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અને તેમની ટીમ સીધી દેખરેખ રાખી રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં ચાલતા જળસંચય અભિયાનના કામો આવનાર દિવસોમાં આ વિસ્તારમાં પાણીની સમસ્યા તો હળવી કરશે જ, પરંતુ અત્યારે જળસંચય અભિયાન હેઠળ ચાલી રહેલા કામો આ વિસ્તારના સ્થાનિક લોકો માટે આશીર્વાદ સમાન પુરવાર થઈ રહ્યો છે. ધરમપુર અને કપરાડા તાલુકામાં રોજગારીનું એકમાત્ર સાધન ખેતી છે. લોકો ખેતી પર જ નિર્ભર રહે છે, પરંતુ સિંચાઈ માટે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી માત્ર ચોમાસામાં જ ખેતી થાય છે. આથી આકાશ આધારિત ખેતી થતી હોવાથી ઉનાળામાં આ વિસ્તારમાં રોજગારીનું સૌથી મોટી સમસ્યા ઊભી થાય છે. લોકોને આવકનું અન્ય કોઈ સાધન ન હોવાથી નાછુટકે લોકોએ ઉનાળામાં રોજીરોટી માટે હિજરત કરવી પડે છે, પરંતુ અત્યારે રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા જળસંચય અભિયાન હેઠળ આ વિસ્તારમાં ચાલતા કામોમાં લોકોને ઘર આંગણે જ રોજીરોટી મળી રહી છે, અને સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી પી ડી દેસાઈએ કહ્યું કે, આવા કામો ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. લોક ભાગીદારી સાથે સાથે સરકારની બીજી બધી પરિયોજનાઓ છે. એમ આ યોજનાઓના કામ અત્યારે જળસંચય થકી મહત્તમ કામો થાય તેવા પ્રયાસો હાથ ધરી રહ્યાં છે. મનરેગા યોજના હેઠળ પણ અમે મહત્તમ કામ કરી રહ્યાં છીએ. નદીઓને પુનર્જીવિત કરવા થી માંડીને ચેકડેમોની ડિસિલટિંગ કરવાનું પાળા બનાવવા. મહત્તમ જેટલા વિસ્તારમાં પાણીની અમે એકત્રિત કરી શકીએ અમે કરી રહ્યા છે. તો અમને આમાંથી જરૂર ફાયદો થશે, અને આગામી ઉનાળામાં આ વિસ્તારની અંદર પાણીનો વિકટ પ્રશ્ન છે.. એમાં ખાસ્સી રાહત મળે તેવી અમને શક્યતાઓ દેખાઈ રહી છે.

વલસાડ કલેક્ટર સી આર ખરસાણે જણાવ્યું કે, આ ચેકડેમનું ડિસીલ્ટીંગનુ કામ, તલાવડીનું કામ, ચેકડેમનું કામ, વોલનું કામ, વિવિધ પ્રકારના કામો લીધેલા છે. ખાસ કરીને ધરમપુર અને કપરાડામાં આ વિસ્તારની અંદર ઉનાળાની અંદર રોજીરોટીનું જે પ્રશ્ન છે એ પણ સાથે ધ્યાનમાં લીધેલો છે, અને તેના સંદર્ભમાં જળસંચયના ગુજરાત સરકારના નેજા હેઠળ આ કામો લીધેલા છે. જેમાં સ્થાનિક લોકોને રોજીરોટી પણ મળી રહે છે. ઉપરાંત જળસંચયના કામ પણ થાય છે.

ધરમપુર અને કપરાડા તાલુકામાં લોકો આકાશી ખેતી પર જ નિર્ભર રહે છે. આથી ચોમાસાના ચાર મહિના બાદ કરતાં અહીંના લોકો માટે રોજગારી સૌથી મોટી સમસ્યા છે. આ વિસ્તારમાં કોઈ કંપની કે ઉદ્યોગ ધંધા નહીં હોવાથી લોકોએ રોજગારી માટે વાપી અને પડોશમાં આવેલ સંઘપ્રદેશ દાદરાનગર હવેલી સુધી હિજરત કરવી પડે છે. જોકે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં ચાલી રહેલા જળસંચય અભિયાન ના કામો, આ વિસ્તારના લોકો માટે આશીર્વાદ સમાન પુરવાર થઈ રહયા છે. કારણકે ગામમાં જ ચાલી રહેલા જળસંચય અભિયાન ના કામોમાં લોકોને ઘર આંગણે જ રોજી મળી રહી છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે, અને રોજ નો પગાર રોજ મળી રહે તેની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.પાનવા સરપંચ સાકુંતલાબેન ચૌધરીએ જણાવ્યું કે, અમારું પાનવા ગામ છે, અને અમારે અહીંયા પાણીની ગંભીર સમસ્યા છે. આ કામ શરૂ થયું છે, પાણીના સ્તર આ કામથી ઊંચા લાવી શકાશે, અહીંયા બધા ખેડૂત છે આ કામ કરવાથી પાણીના સ્તર ઊંચા આવશે, અને શાકભાજી અને વેલાવાળા શાકભાજી ખેડૂતો કરી શકશે, અને રોજગારી પણ મળી રહેશે. અત્યારે લોકો શાકભાજી કરે છે, અને રોજગારી માટે બહારગામ જાય છે. આ કામથી હવે ઘણો ફાયદો થશે અને રોજગારી પણ મળી રહેશે.

સ્થાનિક રમીલાબેને કહ્યું કે, આ કામ ચાલુ છે. એમાં પાણી ભરાશે. બકરા અને ભેસ પાણી પીશે. આામાં પાણી ભરાય તો શાકભાજી ઉગાડવામાં વપરાશે. 192 રૂપિયા રોજના મળે છે, રોજ મળી જાય છે.

આ વિસ્તારમાં ચાલતા જળસંચય અભિયાન ના કામો પર સીધી નજર રાખવા માટે વલસાડ જિલ્લા કલેકટર અને ડીડીઓ સ્થળ પર સરપ્રાઇઝ વિઝિટ કરી રહ્યા છે. આમ ખાસ કરીને વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં ચાલી રહેલા જળસંચય અભિયાનના કામોથી આ વિસ્તારના લોકોને બમણો લાભ મળી રહે છે. એક બાજુ જળસંચયના કામોથી આવનાર દિવસોમાં પીવાના પાણી અને સિંચાઇ માટેના પાણીની મુશ્કેલી હળવી થશે, તો બીજી બાજુ કપરા સમયે લોકોને ઘર આંગણે જ રોજીરોટી મળી રહી છે. આથી અહીંના લોકો પણ સરકાર દ્વારા ચાલી રહેલા આ અભિયાનની સરાહના કરી રહ્યા છે. ભૌગોલિક રીતે આ જંગલ અને પહાડી વિસ્તારમાં રહેતા લોકો માટે પીવાના પાણીની સમસ્યા સતાવે છે. સિંચાઈ માટે તો દૂર લોકોને પીવાનું પાણી પહોંચાડવું તંત્ર માટે એક ચુનોતી સમાન હોય છે. એવા સમયે આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા આ જળસંચય અભિયાન ના કામો આ વિસ્તારના લોકો માટે આશીર્વાદ પુરવાર સમાન પુરવાર થઈ રહ્યા છે.
First published: May 13, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading