વલસાડ: પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉત્તમ હરજીની અંતિમક્રિયા કરાઈ

News18 Gujarati
Updated: January 31, 2018, 9:17 PM IST
વલસાડ: પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉત્તમ હરજીની અંતિમક્રિયા કરાઈ
અંતિમ ઇચ્છા મુજબ તેમના મૃતદેહને ખુરશીમાં બેસાડીને ગામમાં ફેરવ્યો...

અંતિમ ઇચ્છા મુજબ તેમના મૃતદેહને ખુરશીમાં બેસાડીને ગામમાં ફેરવ્યો...

  • Share this:
વલસાડમાં આવેલ ડુમલાવ ગામમાં માજી કેંદ્રીય પ્રધાન ઉત્તમ હરજીની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. તેમની અંતિમ યાત્રામાં ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જીવનભર આદિવાસીઓના કલ્યાણ માટે કામ કરતા ઉત્તમ હરજીએ મોતના 21 વર્ષ પહેલા પોતાના મોત બાદ સાદાઈથી અંતિમ ક્રિયા કેવી રીતે કરવી અને અંતિમ યાત્રા ક્યાં ક્યાં ફેરવી એ તમામ વાત લેખિતમાં લખીને ગયા હતા. આથી તેમની લેખિત અંતિમ ઇચ્છા મુજબ તેમના મૃતદેહને ખુરશીમાં બેસાડીને ગામમાં ફેરવ્યો હતો અને તેમના મૃતદેહને 24 કલાક બાદ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

સતત ત્રણ ટર્મ સુધી વલસાડના સાંસદ રહી ચૂકેલા, અને લાલ ટોપી તરીકે જાણીતા ઉત્તમ હરજી ની અંતિમ યાત્રા માં પૂર્વ કેંદ્રીય પ્રધાન તુષાર ચૌધરી, રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકર, ભાજપના જિલ્લા પ્રમુખ કનુ ભાઈ દેસાઈ, કોંગ્રેસના ધારાસભ્ય અને ઉત્તમભાઈના નજીક મનાતા જીતુ ચૌધરી સહિત. ભાજપ કોંગ્રેસના અગ્રણીઓ, ઉધ્યોગપતિઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા હતા. આમ લાલ ટોપીની અંતિમ વિદાયથી વલસાડ જિલ્લામાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આદિવાસીઓના મશીહા ગણાતા ઉત્તમ હરજીની વિદાયથી વલસાડ જિલ્લામાં મોટી ખોટ સાલશે તેવી અગ્રણીઓ એ લાગણી વ્યક્ત કરી હતી.
First published: January 31, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading