વિદ્યાર્થીઓ યુદ્ધ શરૂ થયું ત્યારથી બંકરમાં રહી રહ્યા છે.
Russia-Ukraine War: વિદ્યાર્થીઓ યુદ્ધ શરૂ થયું ત્યારથી બંકરમાં રહી રહ્યા છે. પરંતુ હવે બંકરની હાલત પણ ખરાબ થવાના કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia-Ukraine war) થયા બાદથી જ અનેક ભારતીયો (Indian Student in Ukraine) અને ખાસ કરી ને અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેન (Ukraine)માં ફસાયા હતા. આથી યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા વિદ્યાર્થીઓને એર લિફ્ટ કરવા ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા (Operation Ganga) ચલાવવામાં આવી રહ્યું છે. યુદ્ધના ધોરણે ચાલી રહેલા આ ઓપરેશનના કારણે અનેક વિદ્યાર્થીઓ હેમખેમ પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે હજુ પણ ભારતના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે.
રશિયા-યુક્રેન યુદ્ધની ગંભીર પરિસ્થિતિમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ સરકાર સમક્ષ મદદ માટે માગી રહ્યા છે.
વલસાડ જિલ્લાના જોરાવાસણ ગામનો રવિરાજ મહેન્દ્ર ભાઈ પટેલ નામનો વિદ્યાર્થી પણ હજુ યુક્રેનમાં યુદ્ધના માહોલમાં ફસાયો છે. રવિરાજ યુક્રેનના સુમિ સ્ટેટમાં રશિયાની બોર્ડર થી માત્ર 40 કિલોમીટર દૂર હોસ્ટેલમાં ફસાયો છે. સુમિમાં રવિરાજ સાથે ભારતના 400 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. ગુજરાતના અલગ-અલગ જિલ્લાના 12 જેટલા વિદ્યાર્થીઓ સુમીમાં ફસાયા છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે હોસ્ટેલમાં ફસાયેલા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. હોસ્ટેલ બહાર ચાલતી ગોળીઓ અને બૉમ્બબારો થતો જોવા મળી રહ્યો છે. સાથે ફસાયેલા વિદ્યાર્થીઓને એક ટાઈમ જ જમવાનું મળી રહ્યું છે. એ પણ હવે ધીમે ધીમે ખૂટી રહ્યું છે. તો સાથે પીવાનું પાણી પણ ખૂટી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ યુદ્ધ શરૂ થયું ત્યારથી બંકરમાં રહી રહ્યા છે. પરંતુ હવે બંકરની હાલત પણ ખરાબ થવાના કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે. ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓની ચિંતામાં અહી તેમના પરિવારની પણ ઊંઘ ઊડી ગઈ છે. ભારત સરકાર રશિયા બોર્ડર નજીક ફસાયેલા વિદ્યાર્થીઓને વહેલી તકે પરત લાવવામાં આવે તેમ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ ઈચ્છી રહ્યા છે. સાથે રોજ રશિયા સૈન્યના લડાકુ વિમાનો હોસ્ટેલ ઉપરથી પસાર થઈ રહ્યા છે જેને જતા જોઈ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળે છે. તમામ વિદ્યાર્થીઓ બંકરમાં એક સાથે રહેવાનો વારો આવ્યો છે. આથી વિદ્યાર્થીઓ એ જમા કરેલ ખોરાક અને પાણીનો સંગ્રહ પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે. આથી આ વિદ્યાર્થીઓએ ત્યાં તેમની પરિસ્થિતિનો વીડિયો વાઇરલ કરી કેન્દ્ર સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે. તો હજુ પણ યુદ્ધની ગંભીર પરિસ્થિતિમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ સરકાર સમક્ષ મદદ માટે માગી રહ્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર