વલસાડ : હાઇવે પર ચોરી કરતી કુખ્યાત તાડપત્રી ગેંગના 2 સાગરિત ઝડપાયા, 22.58 લાખનો મુદ્દા માલ ઝબ્બે

વલસાડ : હાઇવે પર ચોરી કરતી કુખ્યાત તાડપત્રી ગેંગના 2 સાગરિત ઝડપાયા, 22.58 લાખનો મુદ્દા માલ ઝબ્બે
મહેબુબ ઉર્ફે કાળા અને ઉંમર ફારૂક ના નામ પર અગાઉ પણ ગોધરા, શાગબારા , મોડાસા , કરજણ ,કઠલાલ , અસલાલી , માતર ,પ્રાંતિજ, વટવા કરજણ સહિત રાજ્યના અન્ય  વિસ્તારોના પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ અનેક ચોરી અને લૂંટના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે

તાડપત્રી ગેંગ ના મૂળ ગોધરાના  મહેબુબ ઉર્ફે કાળા અને ઉંમર ફારૂક ઝડપાયા, રાજ્યના અનેક પોલીસ સ્ટેશનોમાં આરોપી છે કાળા

 • Share this:
  ભરતસિંહ વાઢેર : વાપી-વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસે રાજ્યના હાઇવે પર ટ્રક લઈને ફરતી અને  તાડપત્રી ગેંગ (TADPATRI GANG NABBED) તરીકે કુખ્યાત એક ખૂંખાર ચોર ગેંગને ઝડપી પાડી છે. પોલીસે અત્યારે  તાડપત્રી ગેંગના બે ખૂંખાર સાગરીતોની ધરપકડ કરી તેમની પાસેથી 22.58 લાખ રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. અને થોડા દિવસ અગાઉ જ વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલી લાખો રૂપિયાના ઓઈલ અને ગ્રીસની  ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પણ પોલીસને સફળતા મળી છે. વલસાડ એસ ઓ જી પોલીસના (Valsad SOG Police) હાથે ઝડપાયેલા બંને આરોપીઓ   ચોરીનો મુદ્દામાલ લઈ અને ટ્રક માં  વાપી નજીક થી પસાર થઈ રહ્યા  હોવાની વલસાડ એસ ઓ જી પોલીસને બાતમી મળી હતી આથી  વલસાડ એસ ઓ જી ની ટીમ   વાપીના મોરાઈ નજીક વોચ માં  હતી એ વખતે જ બાતમી   વાળી ટ્રક  ત્યાંથી નીકળતા તેને રોકી અને તપાસ કરી હતી.

  પોલીસે તપાસ કરતાં ટ્રકમાં  લાખો રૂપિયાના સેવસોલ તથા હીરો  કંપનીના ઓઈલ અને ગ્રીસનો (Oil and greec) મોટો જથ્થો મળી આવ્યો હતો આથી પોલીસે ટ્રકમાં સવાર બે ઇસમોને પૂછપરછ કરી હતી અને ટ્રકમાં રહેલ ઓઇલ અને  ગ્રીસના જથાના બિલ અને ટ્રક ના  કાગળ ની માંગ કરી હતી જોકે ટ્રક માં સવાર ઈસમો  સંતોષકારક જવાબ કે બિલ રજૂ નહિ કરતા  પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી હતી તપાસ કરતા ત્યાર બાદની તપાસમાં  બહાર આવ્યું તે જાણી  ખુદ પોલીસ પણ ચોંકી ગઇ હતી.  આ પણ વાંચો : સુરત : પ્રણય ત્રિકોણમાં યુવકની ચાકુના ઘા ઝીંકી કરપીણ હત્યા, પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ

  કારણ કે ટ્રકમાં સવાર વ્યક્તિઓ રાજ્યના હાઇવે પર ટ્રક લઈને ફરતી અને તાડપત્રી ગેંગ તરીકે કુખ્યાત એવી તાડપત્રી ગેંગ ના સાગરીતો હતા. ટ્રકમાં સવાર તાડપત્રી ગેંગ ના મૂળ ગોધરાના  મહેબુબ ઉર્ફે કાળા (Maheboob kala) અને ઉંમર ફારૂક એ પણ ગોધરાનો રહેવાસી છે. આ બંને શખ્સો રાજ્યમાં તાડપત્રી ગેંગ તરીકે કુખ્યાત ચોર ગેંગ ના સભ્યો છે.

  પોલીસની પ્રાથમિક તપાસમાં મહેબુબ ઉર્ફે કાળા અને ઉંમર ફારૂક ના નામ પર અગાઉ પણ ગોધરા, શાગબારા , મોડાસા , કરજણ ,કઠલાલ , અસલાલી , માતર ,પ્રાંતિજ, વટવા કરજણ સહિત રાજ્યના અન્ય  વિસ્તારોના પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ અનેક ચોરી અને લૂંટના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને અગાઉ પણ પોલીસના હાથે ઝડપાઇ ચૂકયા છે. અત્યારે પોલીસે તાડપત્રી ગેંગના બંને સાગરીતો પાસેથી ચોરી કરેલ 7.57 લાખની કિંમતના ઓઈલ અને ગ્રીસ ના જથ્થા સાથે ટ્રક , રોકડ રકમ અને મોબાઇલ મળી અંદાજે 22.58 લાખ રૂપિયા ની કિંમત નો મુદ્દામાલ કબજે કર્યો છે.

  આ પણ વાંચો :  24 કલાકમાં રાજ્યમાં Coronaના 1334 નવા કેસ, 1255 દર્દી સાજા થયા, રિકવરી રેટ 82.84%

  સાથે જ વાપી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ થયેલા લાખો રૂપિયાના ઓઈલ અને ગ્રીસ ચોરીના ભેદ ઉકેલવામાં પણ  પોલીસને સફળતા મળી છે. જોકે અત્યારે  વલસાડ જિલ્લા એસ ઓ જી  પોલીસના હાથે આ ગેંગના બે સાગરીતો જ ઝડપાયા  છે ત્યારે ચોરી અને લૂંટની ઘટનાઓ માં  સામેલ આ ગેંગ ના અન્ય સાગરીતો અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

  તાડપત્રી ગેંગ તરીકે કુખ્યાત.આ ગેંગ   રાજ્યના હાઇવે પર ટ્રક લઈને ફરતી હતી અને હાઈવે પર  એકલદોકલ ટ્રક ઉભી હોય તેની ચોરી કરી ફરાર થઈ જતી અને દૂર જઈ એ ટ્રક ની  તાડપત્રી કાપી  અને એ ટ્રકમાં ભરેલ કિંમતી  સામાન પોતાની સાથે લાવેલ ટ્રક માં ભરી  અને ગણતરીના સમયમાં જ ફરાર થઈ જતા હતા. અગાઉ પણ ચાલે તાડપત્રી ગેંંગના  કારનામાં વિવિધ  પોલીસ સ્ટેશન માં   નોંધાઈ ચૂક્યા છે.

  આ પણ વાંચો :  વલસાડ : દારૂ ઘુસાડવા બૂટલેગરે અજમાવ્યો હતો નવો કીમિયો, LCBએ બોક્સ ખોલતા ખેલ ખુલ્લો પડી ગયો

  ફરી એક વખત વલસાડ જિલ્લા એસ ઓ જી  પોલીસે આ ગેેંગ ના 2 સાગરીતો ની   ધરપકડ કરી છે. અને અગાઉ  વલસાડ જીલ્લામાં હાઈવે પરથી ટ્રકમાંથી થયેલી ચોરી અને લૂંટની  કેટલી ઘટનાઓમાં ગેંગની સંડોવણી છે ???? તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
  Published by:Jay Mishra
  First published:September 14, 2020, 21:24 pm