વલસાડ : રેમડેસિવિરની કાળા બજારીનો પર્દાફાશ, ફાર્મા કંપનીનો ડાયરેક્ટર, શો રૂમ સંચાલક ઝડપાયા

વલસાડ : રેમડેસિવિરની કાળા બજારીનો પર્દાફાશ, ફાર્મા કંપનીનો ડાયરેક્ટર, શો રૂમ સંચાલક ઝડપાયા
વલસાડએસઓજીને મોટી સફળતા મળી

દમણની બ્રુક ફાર્મા નામની કંપનીના ટેકનિકલ ડાયરેકટર મનીષ સિંગ, વાપી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક માં ફર્નિચર પાર્ક નામનો  ફર્નીચરનો શોરૂમ ધરાવતો વરૂણ કુન્દ્રા ઝડપાયો

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વલસાડ :  સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીમાં દર્દી ના ઈલાજ માટે સંજીવની સમાન remdesivir ઇન્જેક્શન ની ખુબ માંગ વધી રહી છે. જોકે, દર્દીઓની મજબૂરીનો લાભ લઇ કેટલાક લેભાગુ તત્ત્વો આવી મહામારીના સમયમાં પણ remdesivir ઇન્જેક્શનની કાળાબજારી કરતા હોવાનું બહાર આવ્યું છે. વલસાડ જિલ્લા  એસ.ઓ.જી પોલીસે જિલ્લામાં remdesivir ઇન્જેક્શન ની કાળાબજારી ના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે વાપીમાં એક ફર્નિચરના શોરૂમમાં ધરાવતા દુકાનદાર અને દમણમાં ઇન્જેક્શન બનાવતી ફાર્મા કંપનીના ટેકનીકલ ડાયરેક્ટરની પણ ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે અને જિલ્લામાં મોટાપાયે ચાલતા remdesivir ઇન્જેકશનના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જોઈએ આ અહેવાલ.

  સમગ્ર રાજ્ય અને વલસાડ જિલ્લામાં પણ કોરોના ના કેસ તેજ ગતિએ વધી રહ્યા છે. જોકે કોરોના ના વધતા કેસો. માં ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. આથી  કોરોનાની સારવાર માટે દર્દીઓ માટે સંજીવની સમાન remdesivir injection ની જરૂર રહે છે. આથી સમગ્ર રાજ્યમાં remdesivir ઇન્જેક્શનનીમાંગ વધી રહી છે.  આ પણ વાંચો :  વલસાડ : દમણથી દારૂ ભરીને આવતો ખેંપીયો ઝડપાયો, હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ

  જોકે આવા સમયે દર્દીઓની મજબૂરીનો લાભ લઇ કેટલાક લેભાગુ તત્ત્વોએ મહામારી ના સમયમાં પણ દર્દીઓની મજબૂરીના લાભ લઇ અને સંજીવની સમાન remdesivir ની કાળાબજારી કરી રહ્યા છે.  વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં પણ remdesivir injectionની કાળાબજારી થતી  હોવાની વધી રહેલી ફરિયાદના કારણે વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં વાપીના કેટલાક શખ્શો પણ ઇન્જેક્શનની કાળાબજારી કરતા હોવાનું જાણવા મળ્યું  હતું.

  આથી વલસાડ જિલ્લા એસ.ઓ.જી. પી આઈ વી.બી.બારડ અને પી એસ આઈ અમિરાજસિંહ રાણાની ટીમ તપાસ માં લાગી હતી. પ્રાથમિક તપાસમાં  એક નંબર લઇ અને પોલીસની ટીમના પીએસઆઇ જ દર્દીના સગા બની કાળાબજારિયા પાસે remdesivir ના 12 ઇન્જેક્શનની જરૂર હોવાનું જણાવ્યું હતું. આથી આ કાળાકાળાબજારિયા એ વાપી નજીક હાઇવે પર બોલાવ્યા હતા. અને એક ઈન્જેક્શનના 12 હજાર એમ 12 ઇન્જેકશનના મળી કુલ  1 લાાખ 44 હજાર રૂપિયા ની માગ કરી હતી.

  અને પોતાના ખીસ્સામાં રહેલા લેબલ વગરના  ઇન્જેકશનના બાટલીઓ બતાવી હતી આથી પોલીસે remdesivir ઇન્જેક્શન સાથે  વરુણ સુરેન્દ્ર કુન્દ્રા નામના આ કાળિયાની  ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેેલ આ આરોપી  કોઈ મેડિકલ સ્ટોર કે મેડિકલ એજન્સી સાથે સંકળાયેલો ન હતો.પરંતુ વાપી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક માં ફર્નિચર પાર્ક નામનો  ફર્નીચરનો શોરૂમ ધરાવતો હતો આથી પોલીસે તેની ધરપકડ કરી આ ઇંજેક્શન ક્યાંથી આવ્યા તેની તપાસ કરતા ફર્નિચરની આરોપા એ દમણની બ્રુક ફાર્મા નામની કંપનીના ટેકનિકલ ડાયરેકટર મનીષ સિંગ નામના વ્યક્તિ નું નામ ખૂલ્યું હતું.

  દમણની ફાર્મા કંપનીનું નામ આવતા  પોલીસે છટકું ગોઠવી દમણની એ ફાર્મા કંપનીના ટેકનિકલ ડાયરેક્ટર મનીશ સિંગને પણ ઇજેક્શનની વધુ જરૂર હોવાનું બહાનુ બતાવી  બોલાવ્યો હતો.મહત્વપૂર્ણ છે કે દમણનીની કંપની આ બ્રૂક ફાર્મા નામની  કંપની પાસે કેન્સરની દવા અને remdesivir ઇન્જેક્શન બનાવી તેને એક્સપોર્ટ કરવાનું લાઈસન્સ છે.

  આ પણ વાંચો : વલસાડ : આડા સંબંધોમાં અંધ પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, મર્ડરને આપઘાતમાં ખપાવા ઘડ્યો હતો માસ્ટર પ્લાન

  પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સરકારે દેશમાં વધી રહેલી ઇન્જેક્શનની માંગને પહોંચી વળવા ઇન્જેક્શન ઉત્પાદન કરતી કંપનીઓને એક્સપોર્ટ બંધ કરવાનું આદેશ કયો છે. આથી આ કંપનીમાં એક્સપોર્ટ કરવા માટે ઉત્પાદન થતાં ઇન્જેક્શનો કંપનીમાંથી બારોબાર ઉઠાવી અને બ્રુક ફાર્મા કંપનીનો ટેકનિકલ ડાયરેક્ટર મનીષ સિંગ કંપનીમાંથી બારોબાર ઇન્જેક્શનનો જથ્થો ઉપાડી જથ્થો આવી રીતે દર્દીઓ ની મજબૂરીનો લાભ લઇ એક ઈન્જેક્શનને 12 હજારમાં કાળાબજારમાં વેચતા હતા.
  Published by:Jay Mishra
  First published:April 15, 2021, 23:36 pm

  ટૉપ ન્યૂઝ