Home /News /south-gujarat /

વલસાડ: તિથલ બિચ પર દારૂ પી તોફાન કરતા 6 નબીરા ઝડપાયા

વલસાડ: તિથલ બિચ પર દારૂ પી તોફાન કરતા 6 નબીરા ઝડપાયા

દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા નબીરા

તિથલ બીચ પર આવેલ વોક-વે પર દારૂ પીને તોફાન કરતા 6 જેટલા નબીરાઓને વલસાડ સીટી પોલીસ દ્વારા ઝડપી પાડ્યા

    ભરતસિંહ વાઢેર, વલસાડ: તિથલ બીચ પર આવેલ વોક-વે પર દારૂ પીને તોફાન કરતા 6 જેટલા નબીરાઓને વલસાડ સીટી પોલીસ દ્વારા ઝડપી પાડ્યા હતા. પોલીસ ઇન્ટરોગેશન દરમિયાન આરોપીઓ દ્વારા ગણેશ મંડળ માં જાગરણ કર્યું હોવાને લઈને દારૂ નું સેવન કર્યું હોવાનું કબુલ્યું હતું.

    પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લામાં હાલ ગણપતિ મહોત્સવની ધૂમ મચી છે, ત્યારે કેટલાક લોકો આ મહોત્સવનું બહાનું બાનવી દારૂની પાર્ટી કરવામાં લિન થઇ જાય છે. ત્યારે ગણેશ મહોત્સમાં ગણેશ ભક્તિને બદલે આજની પેઢી વિવિધ દુષણમાં લાગી ગઈ છે. વિસર્જન વખતે ડીજેમાં અસ્લીલ ગીતો ગાઈ બિન્દાસ્ત મસ્તી કરતા પણ કેટલાક જોવા મળે છે. ત્યારે આ 6 યુવાનોએ ગણપતિના જાગરણ બાદ દારૂની મેહફીલ માણી હતી.

    વલસાડના ડી.વાય. એસ.પી તિથલ બીચ પર વૉક વૅ પર મોરનીગ વૉક પર ગયા હતા તે દરિમયાન આ 6 જેટલા ફૂલ નશામાં જાહેરમાં ગાળા ગાળી કરતા જોવા મળ્યા હતા. તેથી જ ડી.વાય.એસ.પીએ તમામને રંગેહાથે ઝડપી લીધા હતા.

    વલસાડ સીટી પોલીસ દ્વારા તમામને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમાજમાં પ્રતિષ્ઠિત પરિવારના યુવાનો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતા સમાજના ઘણા લોકો આ યુવકોને છોડાવવા માટે પોલીસ સ્ટેશન પર આવી ધમપછાડા કરવા લાગ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Drunken, Storm, Tithal Beach, Valsad

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन