Home /News /south-gujarat /

જાણો, સુરત, વલસાડ, નવસારીમાં કેટલા ટકા નોંધાયુ મતદાન

જાણો, સુરત, વલસાડ, નવસારીમાં કેટલા ટકા નોંધાયુ મતદાન

Button Dabao Desh Banao

બપોર સુધીમાં મતદાન વધારે થવાની શક્યતા

    દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 11 ટકા મતદાન નોંધાયું છે. સવારથી જ શરૂ થયેલા મતદાનમાં ઈવીએમની ખામીઓ સર્જાયા બાજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. પ્રારંભિક બે કલાકમાં જ સુરત સહિત નવસારી, બારડોલી અને વલસાડના મતદારોએ 9 ટકાથી 11 ટકા સુધીનું મતદાન કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં 10 ટકા મતદાન થયું છે.

    વાત કરીએ સુરતની તો ભાજપના ઉમેદવાર દર્શનબેન જરદોશે પોતાનો અમુલ્ય મત આપ્યો. નવસારીમાં પણ નવસારીના ભાજપના ઉમેદવાર સીઆર પાટીલ, વલસાડના કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી, ભાજપના ડો. કે.સી. પટેલ, બારડોલીના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ મતદાન કર્યુ.



    સૌથી વધુ મતદાન વલસાડમાં નોંધાયુ છે. વલસાડમાં 11 વાગ્યા સુધી 16.91 ટકા મતદાન નોંધાયુ છે.

    દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ  EVM ખોટકાતા મતદારોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, નવસારીના વિજલપોરમાં પણ EVM ખોટકાવાનો બનાવો બન્યા હતા. ગુજરાતમાં 26 લોકસભા સીટો પર ચૂંટણી યોજાઇ રહી છે. 23મી મેના દિવસે પરિણામ જાહેર થશે. તા. 27મી મેના દિવસે ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થશે.
    First published:

    Tags: Loksabha election 2019, Voter, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन