Home /News /south-gujarat /

વલસાડ : 'યુવક યુવતીના પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમત્તિ ફરજીયાત થવી જોઈએ', કથાકારની માંગ સાથે MLA પણ સંમત!

વલસાડ : 'યુવક યુવતીના પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમત્તિ ફરજીયાત થવી જોઈએ', કથાકારની માંગ સાથે MLA પણ સંમત!

કથાકાર પ્રફુલ શુકલ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલ

સંતાનોના પ્રેમલગ્ન (love marriage) માં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવામાં આવે આવી ઉત્તર ગુજરાતથી શરૂ થયેલી માંગ હવે દક્ષિણ સુધી પહોંચી, કથાકાર પ્રફુલ શુકલ (Kathakar Praful Shukla) ની આ માંગ સાથે વલસાડના ધારાસભ્ય ભરત પટેલે (Valsad MLA Bharat Patel) પણ પોતાનો સૂર પૂરાવ્યો

વધુ જુઓ ...
  ભરતસિંહ વાઢેર, વલસાડ : સંતાનોના પ્રેમલગ્ન (love marriage) માં હવેથી માતા પિતાની સંમતિ ફરજીયાત લેવામાં આવવી જોઈએ આવી માંગ હવે કથાના માધ્યમથી પણ થઈ રહી છે. વલસાડમાં જાણીતા કથાકાર પ્રફુલભાઇ શુક્લએ પોતાની કથાના માધ્યમથી સરકાર સમક્ષ રજૂઆત કરી અને હવેથી યુવક અને યુવતીના પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવામાં આવે તેવી માંગ કરી છે. તો જાણીતા કથાકાર પ્રફુલ શુકલ (Kathakar Praful Shukla) ની આ માંગમાં આ ભાગવત્ કથાના આયોજક એવા વલસાડના ધારાસભ્ય ભરત પટેલે (Valsad MLA Bharat Patel) પણ પોતાનો સૂર પૂરાવ્યો છે.

  ધારાસભ્ય ભરત પટેલે આ બાબતે સરકાર સમક્ષ તેની રજૂઆત પણ કરવાની પણ તૈયારી દર્શાવી છે. આમ વલસાડમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહના લાભાર્થે યોજાઇ રહેલી કથામાં કથાકાર અને ધારાસભ્યએ પણ સંતાનોના પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવાની સરકાર સમક્ષ માંગ કરતા હવે મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

  મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ ઉત્તર ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા આ બાબતે નિર્ણય કરી અને પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી કરી છે. આથી ઉત્તર ગુજરાતથી શરૂ થયેલી આ માંગ અને ચર્ચામાં આવેલો મુદ્દો છેક દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યો છે, અને દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં યોજાઇ રહેલી કથામાં કથાકાર પ્રફુલ શુક્લએ પણ સરકાર સમક્ષ માંગ કરી છે.

  વિગતે વાત કરીએ તો, વલસાડના ભાગડાવડા ગામમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાનાર છે. આ સમૂહ લગ્ન અગાઉ તેના આયોજનના લાભાર્થે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ જિલ્લાના જાણીતા કથાકાર પ્રફુલભાઇ શુક્લ પોતાના કંઠેથી ભાગવત કથાનું ભાવિકોને રસપાન કરાવી રહ્યા છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા પ્રેમ લગ્નોમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવાના મુદ્દાને તેઓએ કથાના માધ્યમથી વાચા આપી હતી, પ્રફુલભાઇ શુક્લ એ કરેલી માંગમાં કથાના આયોજક એવા ધારાસભ્ય ભરતભાઈ પટેલે પોતાની પોતાનો સૂર પુરાવ્યો હતો, અને જો જરૂર જણાશે તો સમય આવે આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરવા પણ તેઓએ તૈયારી દર્શાવી હતી.

  આ પણ વાંચોવલસાડ : કલસર ગામમાં હાઈ ટેન્શન વીજ લાઇન પર એક યુવક ચડી ગયો, કરંટ લાગતા ત્યાંજ સળગી ગયો

  આમ સંતાનોના પ્રેમલગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવામાં આવે આવી ઉત્તર ગુજરાતથી શરૂ થયેલી માંગ હવે દક્ષિણ સુધી પહોંચી છે, અને હવે કથાના માધ્યમથી પણ સરકાર સમક્ષ રજૂઆતો થઇ રહી છે. હવે રાજકીય આગેવાનો પણ આમાં પોતાનો સૂર પુરાવી રહ્યાં હોવાથી આગામી સમયમાં મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બને તેમ લાગી રહ્યું છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Valsad district, Valsad MLA, Valsad MLA Bharat Patel, Valsad news, વલસાડ, વલસાડ ધારાસભ્ય ભરત પટેલ

  આગામી સમાચાર