Home /News /south-gujarat /વલસાડમાં જુગારીઓની ગેમ બગડી, પોલીસે રેડ કરતા દોડધામ મચી, જોઈલો કયા 11 શકુનીઓ ઝડપાયા

વલસાડમાં જુગારીઓની ગેમ બગડી, પોલીસે રેડ કરતા દોડધામ મચી, જોઈલો કયા 11 શકુનીઓ ઝડપાયા

11 લોકોને પોલીસે રંગેહાથ ઝડપ્યા

પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે, અને 38 હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો

    ભરતસિંહ વાઢેર, વલસાડ : સીટી પોલીસે વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલા હનુમાન ફળિયામાંથી જુગાર રમતા 11 શકુનિઓને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે, અને 38 હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

    વલસાડ સિટી પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડ સિટી પોલીસની ટીમે મોગરાવાડી વિસ્તારમાં આવેલા હનુમાન ફળિયાના છેવાડાના વિસ્તારમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન તીન પત્તીનો જુગાર રમાઇ રહ્યો હતો. આથી પોલીસે પોલીસ જુગાર ની ગેમ ચાલી રહી હતી એ વખતે ત્રાટકી હતી.

    પોલીસને જોતાં જ શકુનિઓ માં દોડધામ મચી ગઇ હતી. પરંતુ પોલીસ પૂરી તૈયારી સાથે પહોંચી હોવાથી 11 શકુનીઓ જુગાર રમતા રંગેહાથ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જોકે ત્રણ આરોપીઓ મોકાનો લાભ લઇને ફરાર થઇ ગયા હતા. આથી પોલીસે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. આમ 11 આરોપીઓને 38 હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેમને સળિયા પાછળ ધકેલી દીધા છે.

    આ પણ વાંચો - સુરતમાં ચેતવણી રૂપ કિસ્સો! 'પરીવારે મોબાઈલ સાથે પકડી', તો ધોરણ 8ની વિદ્યાર્થિનીએ બીકમાં કર્યો આપઘાત

    પોલીસના હાથે ઝડપાયેલા શકુનિઓના નામ પર એક નજર કરીએ તો...

    1 - બંકીમ યશવંતભાઇ તલાવીયા (૨૭) રહે.મોગરાવાડી- વલસાડ
    2 - વિલાસભાઈ નાનાભાઇ પાટીલ (૩0) રહે. વલસાડ
    3 - દર્શનભાઈ ઉર્ફે કાળીયો સુરેશભાઈ નાયકા - રહે. વલસાડ
    4 - સંજયભાઈ રામકિશોર સીંગ (૩૫) રહે મોગરાવાડી - વલસાડ
    5 - સંજયભાઈ ગોવિંદભાઈ કુકણા પટેલ (૪૦) રહે. મોગરાવાડી - વલસાડ
    6 - રાકેશભાઈ ઘન શ્યામભાઈ યાદવ (૩૨) - રહે. મોગરાવાડી - વલસાડ
    7 - અશ્વિનભાઈ નરોતમભાઇ પટેલ (૨૮) રહે. મોગરાવાડી- વલસાડ
    8 - પ્રકાશભાઈ મહેશભાઈ કુકણા પટેલ (૨૫) રહે. - વલસાડ
    9 - હિરલભાઈ સુમનભાઇ પટેલ (૩૪) મોગરાવાડી - વલસાડ
    10 - આકાશ ચંદ્રભાન સહાની (૧૯) રહે. મોગરાવાડી - વલસાડ
    11 - પ્રજ્ઞેશભાઈ પ્રવિણભાઈ પટેલ (૩૨) રહે મોગરાવાડી- વલસાડ

    આ પણ વાંચોઅમદાવાદ : જમાઈ જમ જેવો, 'પિયરમાં સ્પીકર પર જ વાત કરવાની, એકલું નહીં જવાનું', દીકરીએ કર્યો આપઘાત

    જ્યારે (1) ગૌરવ મહેશભાઈ મિશ્રા રહે . મોગરાવાડી હનુમાન ફળીયા વલસાડ. (૨) ઉમેશભાઈ બાબુભાઈ પટેલ રહે. મોગરાવાડી હનુમાન ફળીયો વલસાડ તા. જી. વલસાડ. (૩) નિકુંજ સુરેશભાઈ પટેલ રહે. મોગરાવાડી હનુમાન ફળીયા વલસાડને વોન્ટેડ જાહેર કરી ફરાર આરોપીઓને ઝડપવા પોલીસે તપાસ તેજ કરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Gambling Raids, Police raids, Valsad news, Valsad police

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन