વલસાડ : જે અહીંથી જીતે, તે કેન્દ્રમાં સરકાર બનાવે!

આદિવાસી બાહુલ્ય ધરાવતી આ બેઠક ઉપર કોંગ્રેસ ભાજપની નિષ્ફળતાઓ જયારે ભાજપ રાષ્ટ્રવાદના મુદ્દાને આગળ ધરીને ચૂંટણીમાં ઝંપલાવશે.

News18 Gujarati
Updated: April 5, 2019, 3:17 PM IST
વલસાડ : જે અહીંથી જીતે, તે કેન્દ્રમાં સરકાર બનાવે!
જીતુ ચૌધરી, કે.સી. પટેલ
News18 Gujarati
Updated: April 5, 2019, 3:17 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : વલસાડ લોકસભા બેઠક માટે લોકવાયકા છે કે અહીંથી જે પક્ષનો ઉમેદવાર જીતે છે, તે પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે. વર્ષ-1962થી આ બાબત સાચી ઠરતી રહી છે. ચાહે તે કોંગ્રેસ, જનતા દળ કે ભારતીય જનતા પાર્ટી હોય ! બીજી એક વિશેષતા આ બેઠકની એ રહૈ છે કે આ બેઠક કોઈ એક પક્ષને ક્યારેય વફાદાર રહી નથી!

આદિવાસી બાહુલ્ય ધરાવતી આ બેઠક ઉપર કોંગ્રેસ ભાજપની નિષ્ફળતાઓ જયારે ભાજપ રાષ્ટ્રવાદના મુદ્દાને આગળ ધરીને ચૂંટણીમાં ઝંપલાવશે.

શું છે મુખ્ય સમસ્યાઓ?

આ આદિવાસી જિલ્લો પાણીની સમસ્યાથી પીડાય છે. ઉદ્યોગોને પાણી આપી દેવામાં આવતું હોઈ, ધરમપુર અને કપરાડા જેવા તાલુકામાં ભારે વરસાદ છતાં સંગ્રહના અભાવે અહીં પાણીની ખોટ વર્તાય છે. આદિવાસીઓને જમીનોનો પ્રશ્ન છે. અહીંના વાપી અને ઉમરગામમાં રાસાયણિક પ્રદુષણની સમસ્યા વ્યાપક છે. ચિંચાઈ અને દમણગંગા સિંચાઈ યોજનાઓના પ્રશ્નો હજુ પણ વણઉકેલ્યા છે. સંખ્યાબંધ અંતરિયાળ ગામો રસ્તાથી જોડાઈ શક્યા નથી.



આ પણ વાંચો : રાજકોટ : જે લેઉવા પાટીદારોની મીઠપ મેળવશે એ કડવો પાટીદાર જીતશે!
Loading...

જાતિગત સમીકરણો:

ભાજપના ઉમેદવાર ડૉ.કે.સી.પટેલ ઢોડિયા જયારે કોંગ્રેસના જીતુ ચૌહાણ કુકણા સમાજમાંથી આવે છે. જ્ઞાતિગત સમીકરણો જોઈએ તો કુકણા સમાજની વસતી આશરે 4,06,366ની છે જયારે ઢોડિયા સમાજની વસતી 3,29,234ની છે. આ ઉપરાંત અહીં વારલી સમાજ બે લાખની વસતી ધરાવે છે. હળપતિ સમાજના લોકોની સંખ્યા પણ આશરે 75,000ની છે. જાતિગત સમીકરણોની દ્રષ્ટિએ અહીં બંને ઉમેદવારો વચ્ચે ભારે ટક્કર રહેશે.

આ પણ વાંચો : કચ્છ : સૌથી મોટી લોકસભા બેઠક, 1991 બાદ આ બેઠક પર BJPનો કબજો!

વર્તમાન સાંસદનું રિપોર્ટ કાર્ડ :

'હની ટ્રેપ' ના વિવાદમાં ફસાયેલા ભાજપી સાંસદ ડૉ.કે.સી. પટેલથી તેના સાગા ભાઈ જ નારાજ છે. આ ઉપરાંત આદિવાસી સમાજમાં પણ તેમના વિષે નારાજગી પ્રવર્તે છે. ગત લોકસભામાં કેસી પટેલે એક પણ સવાલ તેમના મતવિસ્તારને લગતો પૂછ્યો નથી.

કોની વચ્ચે છે જંગ?

આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ડૉ.કે.સી.પટેલ અને કોંગ્રેસના જીતુ ચૌધરી વચ્ચે જંગ જામશે. કેસી પટેલની સામેના આક્રોશ અને જાતિગત સમીકરણોને ધ્યાને રાખતા આ જંગ મજેદાર બનશે.

આ પણ વાંચો : આણંદ : ભરતસિંહ સોલંકી અને ભાજપ બંને માટે ખરાખરીનો જંગ!

અનુમાન :


શહેરી વિસ્તારોમાં જો કોંગ્રેસ મજબૂતાઈ બનાવશે અને ભાજપના સાંસદની નબળાઈઓને ઉચિત વાચા આપશે તો આ બેઠક માટે કોંગ્રેસ માટે આશા ઉજળી છે.
First published: April 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...