વલસાડ : દારૂ ઘુસાડવા બૂટલેગરે અજમાવ્યો હતો નવો કીમિયો, LCBએ બોક્સ ખોલતા ખેલ ખુલ્લો પડી ગયો


Updated: September 13, 2020, 1:48 PM IST
વલસાડ : દારૂ ઘુસાડવા બૂટલેગરે અજમાવ્યો હતો નવો કીમિયો, LCBએ બોક્સ ખોલતા ખેલ ખુલ્લો પડી ગયો
રાજ્યમાં અનલૉક થતા જ દમણથી દરૂ ઘુસાડવાની શરૂઆત થઈ ગઈ છે.

વલસાડ એલ.સી.બી.એ 10.15 લાખની કિંમતનો દારૂ અને ટ્રક મળીને 17.81 લાખનો મુદ્દો માલ ઝડપી પાડ્યો, કોરોના કેર વચ્ચે શોધ્યો હતો ગજબનો રસ્તો

  • Share this:
ભરતસિંહ વાઢેર, વલસાડ :  કોરોના મહામારીના કહેર વચ્ચે પણ બુટલેગરો માહોલનો  ગેરલાભ લઇ રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાના (Liquor selling in Gujarat) કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લાના (Valsad pardi) પારડી નજીકથી પોલીસે દવાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પોને ઝડપી પાડયો હતો અને અંદાજે (Liquor caught worth 17.18 lacs) રૂપિયા 17.81 લાખની કિંમતના મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક મહિનાથી દેશભરમાં કોરોના  મહામારીનો કેર વર્તાઈ રહ્યો છે અને દારૂની છૂટ ધરાવતા પડોસી સંઘપ્રદેશ દમણની સરહદો પણ મહિનાઓ સુધી સીલ કરી દેવામાં આવી હતી આથી થોડે અંશે વિદેશી દારૂની હેરાફેરી પર રોક લાગી હતી પરંતુ હવે અનલૉક માં રાજ્યના પડોશી સંઘપ્રદેશ દમણની બોર્ડર પણ ખોલી દેવામાં આવતા બુટલેગરોને જાણે મોકળું મેદાન મળ્યું છે. અને વિદેશી દારૂની હેરાફેરી ના કિસ્સાઓ વધી રહયા છે.

વલસાડ એલસીબી પોલીસને (LCB Valsad) મળેલી બાતમીના આધારે એલ.સી.બી ટીમ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વોચ માં  હતી એ દરમિયાન જ હાઇવે પરથી પુરઝડપે પસાર થતા એક ટેમ્પોને રોક્યો હતો,અને ત્યારબાદ તપાસ કરી હતી.પોલીસે ટેમ્પો ચાલકને ટેમ્પોમાં શું ભર્યું છે તેની   પૂછપરછ કરતાં ટેમ્પો ચાલકે ટેમ્પોમાં ભરેલ દવા ના  બોક્સના બિલ પણ રજૂ કર્યા હતા.

બૂટલેગરે પોલીસને વિશ્વાસ આવે એ માટે દવાના બોક્સના જરૂરી દસ્તાવેજો પણ દર્શાવ્યા હતા.


આ પણ વાંચો :   સુરત : ઢોંગી ભૂઈમાનાં ધતિંગનો પર્દાફાશ, સંતાન પ્રાપ્તીની વિધિના નામે થતી હતી લૂંટ

આમ પ્રથમ દ્રષ્ટિએ ટેમ્પોમાં દવાના બોક્સ ભરેલા હતા અને ટેમ્પો ચાલકે તેના બિલ પણ રજૂ કર્યા હતા.પરંતુ પોલીસને પાકી બાતમી મળી હોવાથી આ દવાના બોક્સ ખોલી અને તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણકે ટેમ્પોમાં ભરેલા દવા ના  બોક્સ અને મેડિકલના સામાનની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો હતો.
આથી પોલીસે ટેમ્પો નો કબજો લઇ ટેમ્પોચાલક દિલીપ નામના વ્યક્તિની ધરપકડ કરી પારડી પોલીસ સ્ટેશન લઇ જઇને તપાસ હાથ ધરી હતી.. પોલીસની પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂનો જથ્થો દમણથી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.અને પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોએ દવાના બોક્સમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. તેમ છતાં પોલીસે બુટલેગરની આ ચાલાકી ને ઝડપી પાડી હતી અને ટેમ્પો માં ભરેલ 10.15 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી અંદાજે 17.81 લાખની કિંમતના મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પોચાલક દિલીપ પ્રભુરાયની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :  અમદાવાદ : 1 કરોડ રૂપિયાના MD ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા, ASIને સાથે રાખી ડિલિવરી થતી હતી

ત્યારબાદ દારૂનો જથ્થો ભરાવનાર દમણના ડાભેલ વિસ્તારમાં રહેતા પ્રતીક ધીરુભાઈ પટેલ અને આકાશ ધીરુભાઈ પટેલ અને અન્ય એક ઈસમ  વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપવા માટે તપાસ તેજ કરી હતી. આમ કોરોના કેર વચ્ચે પણ બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી માટે અજબ-ગજબ કીમિયા અજમાવતા હોય છે. પરંતુ વલસાડ જિલ્લા પોલીસ બુટલેગરો થી જાણે એક કદમ આગળ હોય તેમ બુટલેગરોની આવી ચાલાકી ને  પણ ખુલ્લી પાડી વિદેશી દારૂની  મોટી હેરાફેરીને ઝડપવામાં સફળતા મળી રહી છે.
Published by: Jay Mishra
First published: September 13, 2020, 1:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading