Home /News /south-gujarat /વલસાડ : ફિલ્મી સીન જેવો Live Video, ગૌરક્ષકને કચડી ભાગેલો અકરમ બામ ખાડીમાં કૂદી જતા મોત

વલસાડ : ફિલ્મી સીન જેવો Live Video, ગૌરક્ષકને કચડી ભાગેલો અકરમ બામ ખાડીમાં કૂદી જતા મોત

તસવીરમાં વલસાડના ગૌરક્ષક કંસારા, જે ખાડી પરથી અકરમ કૂદ્યો તેનું નિરિક્ષણ કરતા અધિકારીઓ અને વાયરલ વીડિયોનો અંશ

'જૈસી કરની,વૈસી ભરની, કુદરતનો સ્થળ પર જ ન્યાય' 17 તારીખે અડધી રાત્રે વરસતા વરસાદમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બનેલી આ સનસનીખેજ ઘટના ના લાઈવ વીડિયો વાયરલ

  ભરતસિંહ વાઢેર, વલસાડ :  વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 17 મી જૂનની મોડી રાત્રે ગૌરક્ષક હાર્દિક કંસારાના (Gaurakshak Hardik Kansara Death) મોત  મામલામાં વધુ એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે .ઘટનાના ચાર દિવસ બાદ ગૌરક્ષક હાર્દિક કંસારા પર  ટેમ્પો ચડાવી મોત નીપજાવી  ચાલુ ટેમ્પોએ બામ ખાડીના પુલ પરથી કુદી ફરાર થઈ જનાર ગૌતસ્કર અકરમનો (Cattel Thief Akram) મૃતદેહ પુલની  નીચેથી પસાર થતી બામ ખાડીમાંથી (Bam khadi) મળી આવ્યો છે.. મૃતક ના મૃતદેહ ને  તેના સાથી આરોપીઓએ પણ ઓળખી બતાવ્યો  છે. જોકે તે દિવસે હાઇવે પર બનેલી આ ઘટનાના વીડિયો સોસિયલ મીડિયામાં (Viral Video)  વાઇરલ થઇ રહ્યા છે.

  બનાવની  વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના  ભત્રીજા અને ગૌરક્ષક એવા હાર્દિક કંસારાને ગઈ 17મી જૂન ના રોજ મોડી રાત્રે ગૌ તસ્કરી થઈ રહી હોવાની બાતમી મળી હતી.  મેસેજ મળતા જ ગૌરક્ષક  હાર્દિક કંસારા તેમના અન્ય સાથી મિત્રો સાથે પોતાની કારમાં તસ્કરોના  ટેમ્પોનો પીછો કર્યો હતો.

  આ દરમિયાન ગૌતસ્કરોએ ટેમ્પોને અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર  પૂર ઝડપે દોડાવી ફરાર થઈ જતાં  ગૌરક્ષકોએ પોલીસને પણ જાણ કરી હતી. આથી ફરાર થયેલા ગૌતસ્કરોના  ટેમ્પોનો પીછો કરવા નજીકમાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસની 4 ગાડીઓ પણ ટેમ્પો ની  પાછળ પડી હતી .આમ મોડી રાત્રે વરસતા વરસાદમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગૌ તસ્કરો, ગૌરક્ષકો અને પોલીસ ની ટીમો વચે ફિલ્મી ઢબે 10 કિલોમીટરથી વધુ લાંબી રેસ  જામી હતી.

  આ પણ વાંચો : વલસાડ : ગૌતસ્કરોનો પીછો કરી રહેલા ગૌસેવક પર ટેમ્પો ચડાવી દીધો, ગૌરક્ષક હાર્દિક કંસારાનું મોત

  આ બનાવ ના લાઈવ દ્રશ્યોનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જોકે ચોકાવનારી વાત એ છે કે ગાયો ભરી અને ફરાર થઈ રહેલા ગૌતસ્કર ટેમ્પો ચાલકે બામ ખાડીના પુલ પર ટેમ્પો રોકવા  ઉભેલા ગૌરક્ષક હાર્દિક કંસારા  પર  ટેમ્પો ચડાવી તેનું મોત નીપજાવી,  ટેમ્પોચાલક અકરમ  ચાલુ ટેમ્પોએ નીચે કૂદી  અને ખાડીના પુલ પરથી રાતના અંધકારમાં નીચે છલાંગ લગાવી અને ફરાર થઈ ગયો હતો.

  જોકે, ગૌરક્ષા કરતાં ગૌરક્ષક હાર્દિક કંસારાએ  પોતાનો જીવ ગુમાવતા સમગ્ર જિલ્લાના જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકો માં  રોષ વ્યાપી ગયો હતો. જોકે વલસાડ જિલ્લા પોલીસ એ  માત્ર 24 કલાકમાં જ ગૌ તસ્કરીના રેકેટમાં અને આ ઘટનામાં સંડોવાયેલા 10 આરોપીઓને મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી દબોચી   સળિયા પાછળ ધકેલી દીધા છે.  ત્યારે બનાવના ચાર દિવસ બાદ આ ઘટનામાં મુખ્ય આરોપી અને ગૌરક્ષક હાર્દિક કંસારાનું  મોત નીપજાવી ફરાર થઈ ગયેલા  ટેમ્પોચાલક અક્રમનો પણ મૃતદેહ મળી આવતા હવે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

  મહત્વપૂર્ણ છે વલસાડ જિલ્લામાં અગાઉ પણ ગૌતસ્કર ટોળકીઓ મોડી રાત્રે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા ગાયોને અને ગૌવંશને ક્રૂરતાપૂર્વક વાહનોમાં ઉઠાવી અને કતલખાને લઈ  જવાના બનાવો અનેક વખત પોલીસ ચોપડે નોંધાયેલા છે.

  આ પણ વાંચો : સુરત : લાલબત્તીરૂપ ઘટના! ચાના વેપારી થાંભલાને અડકી જતા મોત, કરન્ટના કારણે જીવ ગયો

  ક્રૂર માનસિકતા ધરાવતા ગૌતસ્કરો એ અગાઉ પણ  પીછો કરી અને રોકવા ઊભેલી પોલીસની ટીમો પર પણ વાહનો  ચડાવી અને જીવલેણ હુમલો કરવાના પ્રયાસો પણ કરી ચૂક્યા છે. તેના  ગુના પણ નોંધાઈ ચૂકયા છે, ત્યારે બેફામ બનેલી ગયેલા  ગૌ તસ્કર ટોળકીએ આખરે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા અને ગૌરક્ષક હાર્દિક કંસારાનું  મોત નીપજાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ જવાની આ ઘટના ને  પોલીસે ગંભીરતાથી લીધી છે.અને  જિલ્લામાં ચાલી રહેલા ગૌ તસ્કરી ના  રેકેટનો પર્દાફાશ કરી તમામ દિશામાં તપાસ તેજ કરી છે.

  મહિલા કંડક્ટર સાથે ગેરવર્તણૂકની Viral Audio ક્લિપ, 'તારી પાસે જગ્યા હોય તો કહેજે, દૂધમાં સાકર ભળે એમ...'

  આ  કેસમાં અત્યાર સુધી 10 આરોપીઓને  પોલીસે દબોચી લીધા છે. અને અગિયારમા આરોપી મૃતદેહ પાણીમાંથી મળી આવતા પોલીસે હવે જ આ મામલે તેના મૃતદેહનું પીએમ કરાવવા સહિત ની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Gau Rakshak, Live video, Valsad, Valsad news, ગુજરાતી ન્યૂઝ, મોત

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन