Home /News /south-gujarat /

Valsad News: આસલોણા ગામે સગાઇ બાદ લિવ ઇનમાં રહેતાં યુવકને પંચની હાજરીમાં ઢોરમાર મરાયો, થયું મોત

Valsad News: આસલોણા ગામે સગાઇ બાદ લિવ ઇનમાં રહેતાં યુવકને પંચની હાજરીમાં ઢોરમાર મરાયો, થયું મોત

યુવકે

યુવકે સગાઈ તોડી નાખતા યુવતી ના પરિવારજનોએ પંચ વચ્ચે ઢોર માર મારતા યુવકનું મોત...

કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આસલોના ગામમાં એક યુવકે યુવતી સાથે સગાઈ તોડી નાખતા યુવતીના પરિવારજનોએ સમાજના પંચની 

  વલસાડ : વલસાડ જિલ્લાના (Valsad News) અંતરિયાળ આદિવાસી વિસ્તારના આસલોના ગામમાં એક યુવકે યુવતી સાથે સગાઈ તોડી નાખતા યુવતીના પરિવારજનોએ સમાજના પંચની વચ્ચે જ યુવકને ઢોરમાર માર્યો હતો. આથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું 12 દિવસની સારવાર બાદ મોત નીપજતાં હવે પોલીસે (Police) આ મામલામાં હત્યાનો (Murder) ગુનો નોંધી યુવતીના પરિવારનાં સાત સભ્યો ની ધરપકડ કરી જેલનાં સળિયા પાછળ ધકેલી દીધા છે. આમ પારિવારિક વિવાદ ના સમાધાન માટે મળેલા સમાજના પંચમાંજ બનેલી આ ઘટનાને કારણે સમગ્ર મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

  યુવક અને યુવતી સગાઇ બાદ લગ્ન પહેલા લિવ-ઈન રિલેશનમાં (Live in Relation)  રહેતા હતા. બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આસલોના ગામના બરડી ફળિયામાં રહેતા સંજય ભૂસારા ની સગાઈ તેના જ ફળિયામાં રહેતી દુર્ગા ગવળી નામની એક યુવતી સાથે થઈ હતી. બંને એક જ ફળિયામાં રહેતા હતા આ યુવક અને યુવતી સગાઇ બાદ લગ્ન પહેલા લિવ-ઈન રિલેશનમાં રહેતા હતા. યુવક સંજય ભુસારા દમણમાં કામ કરતો હતો.

  આથી તે મોટેભાગે દમણમાં જ રહેતો હતો. પરંતુ મહિનામાં બે થી ત્રણ વખત તે પોતાના ગામ આસલોણામાં આવી અને ઘરે રહેતો હતો. સંજય જ્યારે ગામ આવે ત્યારે યુવતી દુર્ગા પણ સંજય ના ઘરે જ રહેતી હતી. પરંતુ જ્યારે સંજય દમણ જતો એ વખતે યુવતી પોતાના પિયર પિતાના ઘરે જ આવીને રહેતી હતી. આથી આ મુદ્દે બંને વચ્ચે વિવાદ થયો હતો. વિવાદને કારણે યુવકે યુવતી સાથે ની સગાઈ તોડી નાખી હતી.

  આમ લીવ-ઈનમાં રહ્યાં બાદ પણ યુવકે યુવતી સાથે સગાઈ તોડી અને લગ્નની ના પાડતાં બંને પરિવારો વચ્ચે બબાલ થઈ હતી. વિવાદ ના સમાધાન માટે સમાજનું એક પંચ બેઠું હતું, પંચની હાજરીમા જ યુવકને માર મરાયો. પારિવારિક વિવાદ ના સમાધાન માટે આ વિસ્તારની પરંપરા મુજબ સમાજનું એક પંચ બેઠું હતું.

  આ પંચમા સંજય ભૂસારા અને દુર્ગા ગવળીના પારિવારિક વિવાદ ઉકેલવા માટે સમાજના આગેવાનો દ્વારા બન્ને પક્ષોને સમજાવવાના પ્રયાસ થઇ રહ્યા હતા. તેમ છતાં પણ સંજય ભુસારાએ દુર્ગા સાથે સગાઈ તોડી અને લગ્ન કરવાની ના પાડતાં યુવતીના પરિવારજનો રોષે ભરાયા હતા. અને વિવાદના સમાધાન માટે બેસેલા પંચની સામે જ પંચની હાજરીમાં યુવતીના પરિવારજનોએ સંજય ભુસારા ને ઢોર માર માર્યો હતો.

  જેના કારણે સંજય ભુરાને શરીરમાં આંતરિક ભાગોમાં ઇજા થઇ હતી. અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આમ યુવતીના પરિવારજનો ના માર મારવાથી ઈજાગ્રસ્ત થયેલા સંજયને ધરમપુર વલસાડ અને ખેરગામની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં 12 દિવસની સારવાર બાદ પણ કમનસીબે સંજય નુ મોત નિપજ્યું હતું.

  યુવક ના મોત બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો, પોલીસે આ મામલે હત્યાનો ગુન્હો નોંધી પરિવાર ના સાત સભ્યોની કરી ધરપકડ પારિવારિક ઝઘડા અને કંકાસ ના સમાધાન માટે બેસેલા પંચની વચ્ચે જ યુવક પર હુમલાને કારણે સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આથી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી અને યુવતીના પિતા લક્ષ્મણ ગવળી અને તેના પરિવારના ઉત્તમ ગવળી સહિત સાત સભ્યોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  મહત્વનું છે કે વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકા માં આદિવાસી સમાજમાં થતા પારિવારિક કંકાસ અને ઝઘડાઓ ના નિકાલ માટે સમાજનુ પંચ બેસે છે અને બંને પક્ષો ને સમજાવી સમાધાન કરવા પ્રયાસ કરે છે. ત્યારે આ કિસ્સામાં પણ બંને પરિવારો વચ્ચે થયેલી બબાલમાં સમાધાન માટે બેસેલા સમાજના પંચની વચ્ચે જ બનાવ બનતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આથી પોલીસે હત્યાના ગુનામાં સાત ની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  આમ લગ્ન પહેલાં જ લીવ-ઈનમાં રહેતા યુવક અને યુવતી વચ્ચે થયેલા સામાન્ય વાદવિવાદ અને કંકાસ નો મામલો એટલો આગળ વધ્યો કે આ કંકાસ નું પરિણામ હત્યામાં પરિણમ્યુ અને એક યુગલ નો સંસાર સરું થાય એ પહેલાંજ તેનો અંત આવ્યો હતો. આથી આ મુદ્દો અત્યારે સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મંગેતર સંજય ભૂસારાનું મોત થતાં દુર્ગા એકલી રહી ગઈ છે. સંજય ના મોત નીપજાવવાના ગુન્હા બદલ યુવતીના પરિવારજનો ના સાત સભ્યો ની ધરપકડ થઈ ચૂકી છે. આથી બે પરિવારો બંને પરિવારો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Crime Alert, Crime news, Valsad Crime

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन