Home /News /south-gujarat /

valsad news: આઠ નબીરાઓને liquor party માણવી ભારે પડી, આખી રાત પોલીસ સ્ટેશનમા વિતાવવાનો વારો આવ્યો

valsad news: આઠ નબીરાઓને liquor party માણવી ભારે પડી, આખી રાત પોલીસ સ્ટેશનમા વિતાવવાનો વારો આવ્યો

દારૂની

દારૂની મહેફિલમા રેઇડ કરીને વલસાડ સીટી પોલીસે આઠ નબીરાઓને ઝડપી લીધા

valsad crime news: પોલીસે સ્થળ પરથી તેમના મોબાઈલ અને મોંઘીદાટ ગાડીઓ (Mobiles and expensive cars) સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    Valsad news: વલસાડ સીટી પોલીસે (valsad city police) ગઈ મોડીરાત્રે એક બંગલામાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટીમાં (High-profile booze party) રેડ કરી હતી. રેઇડ દરમિયાન વલસાડના કેટલાક મોટા ઘરના નબીરાઓ અને વેપારીઓ દારૂની પાર્ટી માણતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસની રેઇડ દરમિયાન 8 આરોપી ઝડપાયા હતા. અને પોલીસે સ્થળ પરથી તેમના મોબાઈલ અને મોંઘીદાટ ગાડીઓ (Mobiles and expensive cars) સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    બનાવની વિગત મુજબ અને નવા વર્ષની ઉજવણી માટે છેલ્લા કેટલાક સમયથી દારૂનું દુષણ વધી રહ્યું છે. હાઇપ્રોફાઇલ લોકો દ્વારા પણ આ દિવસે મોજ-મસ્તી કરવા દારૂની પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વલસાડના સેગવી રોડ પર આવેલા સૂર્ય દર્શન સોસાયટી ના એક બંગલામાં કેટલાક લોકો દારૂની પાર્ટી માણી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી વલસાડ સીટી પોલીસ પૂરી તૈયારી સાથે સ્થળ પર પહોંચી હતી.

    અડધી રાત્રે પોલીસે છાપો મારતા બંગલામાં ચાલતી પાર્ટીમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે એન્ટ્રી કરી ત્યારે બંગલામાં મોટા ઘરના નબીરાઓ અને વલસાડના મોબાઈલ અને કાપડના કેટલાક વેપારીઓ દારૂની પાર્ટી માણતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ ને કાયદાનું ભાન કરાવવા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    આ પણ વાંચોઃ-valsad news: 850 પીધેલા ઝડપાયા, જિલ્લાના પોલીસ સ્ટેશનો ઉભરાયા, આરોપીએને રાખવા મંડપ બંધાયા

    અને પાર્ટીનું આયોજન કરવા બદલ તમામ આઠ આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસને આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી આરોપીઓના મોબાઈલ અને મોંઘીદાટ કાર સહિત નો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! kheda કેમ્પમાં LRDની ભરતીમાં દોડની પ્રક્રિયામાં યુવક જિંદગીની 'રેસ' હારી ગયો, દોડ પુરી કરી રૂમમાં સુતો પછી ઉભો જ ન થયો

    વલસાડ સીટી પોલીસે બંગલામાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટીમાં રેઇડ કરીને દારૂની મહેફિલ માણતા આરોપી. હાર્દિક મોદી, હિતેશ બલસારા, પ્રતીક છેડા, મયંક કાપડિયા, વિરલ ટેલર, સંદીપ મોદી, વિરલ કંધાર, અને મહેબૂબ સિદ્દીકી નઇ ધરપકડ કરી હતી અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    આ પણ વાંચોઃ-Mehsana news: બહુચરાજીમાં શિક્ષકે ચાલુ શાળાએ દવા પીધી, પ્રિન્સિપાલનું લેવાયું રાજીનામું

    આમ વલસાડ સિટી પોલીસે બાતમી ના આધારે હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં મધરાતે એન્ટ્રી કરતાં નબીરાઓની શરાબ કબાબની પાર્ટી ના રંગમાં ભંગ પડ્યો હતો. જોકે વલસાડ પોલીસે કોઇ પણ જાતની શરમ રાખ્યા વિના તમામ નબીરાઓને કાયદાનું ભાન કરાવવા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime news, Gujarati News News, Valsad news

    આગામી સમાચાર