Home /News /south-gujarat /

વિદેશી દારૂની 9 પેટી ઝડપાઈ, દારૂ ક્યાંથી પકડાયો તે જાણી તમે પણ ચોંકી ઉઠશો

વિદેશી દારૂની 9 પેટી ઝડપાઈ, દારૂ ક્યાંથી પકડાયો તે જાણી તમે પણ ચોંકી ઉઠશો

અમદાવાદના છારાનગરમાં પણ દારૂની બદી દૂર નહિ થાય ત્યાં સુધી સવાર સાંજ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવશે...

અમદાવાદના છારાનગરમાં પણ દારૂની બદી દૂર નહિ થાય ત્યાં સુધી સવાર સાંજ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવશે...

    ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાનો રાજ્ય સરકાર અને રાજ્યનો પોલીસ વિભાગ દાવો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ આ રાજ્યના અનેક વિસ્તારોમાં રોજના લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. તો લાખો રૂપિયાનો દારૂ ચોરીછૂપીથી રાજ્યમાં ઠલવાતો હોવાનું પણ અનેક વખત બહાર આવે છે. દારૂની ખેપ મારચતા લોકો દર વખતે દારૂ લાવવા માટે નીત નવા આઈડીયા વાપરતા હોય છે, આજ રીતે આજે એક નવો જ આઈડીયા વાપરી દારૂ લઈ આવતા બુટલેગરો ઝડપાયા, તેમનો આઈડીયા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

    ગુજરાતમા સૌથી વધુ દારૂ રાજ્યનાં પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણમાંથી ગેરકાયદેસર ઘૂસાડવામાં આવે છે. રાજ્ય સરકાર અને પોલીસના પ્રયાસોને દારૂબંધીનો અમલ કડક બનાવવા માટે વલસાડ પોલીસના પ્રયાસોથી બુટલેગરો પણ ચેતી ગયા છે, અને પોલીસની નજરથી બચવા માટે બુટલેગરો દારૂને ગુજરાતના ઘુસાડવા માટે અવનવી તરકીબો પણ અજમાવે છે. વલસાડ નજીક વલસાડ પોલીસે દારૂ ભરેલી એક કારને ઝડપી પરંતુ, આપ પણ જાણીને ચોંકી જશો કે દારૂ કારમાં નહીં પરંતુ કારમાં લગાવેલ સીએનજી ગેસ સિલિન્ડરમાં ભરેલો હતો. આથી પોલીસ પણ ચોંકી ગઈ હતી.

    પોલીસે કારની સીએનજી કિટના ગેસના સિલિન્ડરમાંથી 9 પેટી વિદેશી દારૂ ઝડપતા ચકચાર મચી ગઈ હતી. સાથેજ કારમા બનાવવામાં આવેલા ચોર ખાનામાંથી પણ દારૂ ઝડપાયો હતો. આમ પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને કાર સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે. આમ પોલીસની વધતી જતી ભીંસને કારણે બુટલેગરો હવે ગમે તે ભોગે અવનવી તરકીબો પણ અજમાવીને રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી ના પ્રયાસો કરી રહ્યા છે.

    વલસાડ સીટી પોલીસ સ્ટેશન પી આઈ એન કે કામડીયાએ જણાવ્યું કે, આ ગાડી દમણથી સુરત તરફ જઈ રહી હતી. અતુલ થઈ ડીએસપી સર્કલ થઈને આગળ જવાનો હતો, પરંતુ અમારા કોન્સ્ટેબલને શંકા જતાં ગાડી ઉભી રાખીને તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા તેમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આગળના બેસ્ટ બોર્ડમાં પણ તેમજ ચોરખાનામાં પરમીટ વગરનો દારૂ હતો. તેમ જ પાછળ સીએનજી ગેસ ટેંક હતી, તેની ટાકીમાં પણ દારૂનો જથ્થો મળી આવ્યો છે.

    આ બાજુ અમદાવુાદમાં પણ, ડીજીપી દ્વારા દારૂની બદીને દૂર કરવા કરાયેલા આદેશને પગલે પોલીસ દ્વારા સરદાર નગરમાં તવાઈ બોલાવી છે. ઘરે ઘરે દારૂ વેચાતા એવા છારા નગર અને કુબેરનગરમાં પોલીસ દ્વારા સવાર અને સાંજ એમ બે ટાઈમ રેડ કરવામાં આવી રહી છે. ડીજીના આદેશ પ્રમાણે પોલીસના ૩૦ જવાનોના સ્ટાફે રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે ૧૧ કેસ કરી ૨૨૦૦ લીટર દેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો, અને ૫ આરોપીઓની ધરપકડ કરી હતી. તો જ્યાં સુધી આ વિસ્તારમાંથી દારૂની બદી દૂર નહિ થાય ત્યાં સુધી સવાર સાંજ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Caught, Valsad, કાર, દારૂ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन