વલસાડ: કંપનીમાં ક્રિકેટ રમતા સમયે કામદારનું મોત

News18 Gujarati
Updated: January 26, 2018, 8:56 PM IST
વલસાડ: કંપનીમાં ક્રિકેટ રમતા સમયે કામદારનું મોત
મૃતક ગણેશ દેવટે સાંગિર કંપનીમાં ઓપરેટરનું કામ કરતો હતો...

મૃતક ગણેશ દેવટે સાંગિર કંપનીમાં ઓપરેટરનું કામ કરતો હતો...

  • Share this:
વલસાડ જિલ્લા ના પારડી તાલુકા ના ખડકી ગામમાં આવેલી સાંગીર નામની કંપની માં ક્રિકેટ મેચ દરમ્યાન એક કામદાર નું મોત થતાં ચકચાર મચી ગઈ હતી. કંપનીમાં 26મી જાન્યુઆરીની ઉજવણી નિમિતે કામદારો વચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેચ દરમ્યાન રમીને પેવેલિયનમાં બેસેલ ગણેશ વિશ્વનાથ દેવટે નામનો એક કામદાર અચાનક ઢળી યડ્યો હતો. આથી ગ્રાઉંડમાં દોડધામ મચી ગઈ હતી, અને ગણેશ દેવટેને ગંભીર હાલતમાં સારવાર માટે પારડીની મોહનદયાલ હોસ્પિટલમાં લાવવા માં આવ્યો હતો.

જોકે હોસ્પિટલમાં લાવ્યા બાદ થોડીજ ક્ષણોમાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. મહત્વપૂર્ણ છે કે, મૃતક ગણેશ દેવટે સાંગિર કંપનીમાં ઓપરેટરનું કામ કરતો હતો આથી કંપનીના સાથી કામદારો અને કંપનીના કર્મચારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા, અને પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગઈ હતી.
First published: January 26, 2018
વધુ વાંચો
अगली ख़बर