વલસાડઃ સરીગામમાં પૂજા જ્વેલર્સના દુકાનમાલિકને બંધક બનાવી લૂંટારાઓ દ્વારા લૂંટ

News18 Gujarati
Updated: February 6, 2018, 7:07 PM IST
વલસાડઃ સરીગામમાં પૂજા જ્વેલર્સના દુકાનમાલિકને બંધક બનાવી લૂંટારાઓ દ્વારા લૂંટ
વલસાડઃ સરીગામમાં પૂજા જ્વેલર્સના દુકાનમાલિકને બંધક બનાવી લૂંટારાઓ દ્વારા લૂંટ.

  • Share this:
વલસાડઃ સરીગામમાં આવેલી પૂજા જ્વેલર્સની દુકાનમાં ધોળે દિવસે કારમાં આવેલા અજાણ્યા લૂંટારાઓ દ્વારા દુકાન-માલિક પર હુમલો કરી બંધક બનાવી લૂંટ ચલાવાઈ હતી.

મળતી વધુ વિગત મુજબ, વલસાડ જિલ્લાના સરીગામમાં આવેલી પૂજા જ્વેલર્સની દુકાનમાં ધોળે દિવસે કારમાં આવેલા અજાણ્યા લૂંટારાઓ ઘૂસી જઈ દુકાન-માલિક પર હુમલો કર્યો હતો. હથિયારો સાથે આવેલા લૂંટારાઓએ દુકાન-માલિકને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી વિગત મેળવી તપાસ કરી રહી છે. પોલીસે લૂંટારાઓને ઝડપવા તરત જ નાકાબંધી કરી દીધી હતી. લૂંટારાઓએ કેટલી કિંમતની લૂંટ કરી હતી એ હજુ જાણવા મળ્યું નથી.
First published: February 6, 2018, 7:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading