વલસાડ : બે જીગરજાન મિત્રોને એક મહિલા સાથે પ્રેમ થયો, ઝાડની બે ડાળી પર ગળેફાંસો ખાધો

News18 Gujarati
Updated: June 18, 2020, 7:51 AM IST
વલસાડ : બે જીગરજાન મિત્રોને એક મહિલા સાથે પ્રેમ થયો, ઝાડની બે ડાળી પર ગળેફાંસો ખાધો
પ્રતિકાત્મક તસવીર

. બે મિત્રો વચ્ચે જસીનાબેન નામની મહિલા આવતા બંન્ને એકબીજા સાથે બોલતા પણ ન હતા.

  • Share this:
વલસાડ : વલસાડ ગામના ઉંટડી ગામમાં તબેલામાં કામ કરતા બે મિત્રોએ એક જ યુવતીનાં પ્રેમમાં સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે હાલ ડુંગરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વલસાડ તાલુકાનાં ડુંગરી પંથકમાં આવેલા ઉંટડી ગામમાં રહેતા કિશોરભાઈ જોગીબાઈ આહિરનો ભેંસનો તબેલો છે. જેમાં 27 વર્ષનાં પ્રવિણ કાનજીભાઈ રાવત (રહે.પાલપુરા, તા.કાંકરેજ, જિ.બનાસકાંઠા) અને 27 વર્ષનાં ગોપાળ મહેશભાઈ રબારી (રહે.કંથરાવી, તા.ઊંઝા, જિ.મહેસાણા) કામ કરતા હતાં. આ બન્ને વચ્ચે ગાઢ મિત્રતા હતી. આ મિત્રતામાં એક મહિલાનો પ્રવેશ થતાં બંન્ન વચ્ચે ખટરાગ થયો હતો. બીજી તરફ આ બંન્ને યુવાનોને એકજ મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બે મિત્રો વચ્ચે જસીનાબેન નામની મહિલા આવતા બંન્ને એકબીજા સાથે બોલતા પણ ન હતા.

આ પણ વાંચો  - પરિવાર પર આભ તૂટ્યું! સુરતમાં ચાર વર્ષથી CAની પરીક્ષામાં નાપાસ થતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા

આ પણ જુઓ - 

આ મહિલા અવારનવાર બંન્ને મિત્રોને વારાફરતી એકાંતમાં મળતી હતી. આ કારણે બંન્ને મિત્રો મહિલાના પ્રેમમાં પાગલ થઈને પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. મંગળવારે રાત્રે 10.30થી બુધવારે સવારે 4.30 કલાકના સમયગાળા દરમિયાન તબેલાની પાછળના ભાગે આવેલા વાડામાં વૃક્ષની અલગ અલગ ડાળીઓ ઉપર બંને મિત્રોએ ગળે ફાંસો ખાઇ લેતા ચકચાર મચી હતી. હવે આ બંન્ને મિત્રોએ સાથે આપઘાત કર્યો છે કે એક બાદ એક કર્યો છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. આ બનાવની જાણ સવારે તબેલા માલિક કિશોરભાઇ આહિરને થતાં તેમણે ડુંગરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
First published: June 18, 2020, 7:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading