Home /News /south-gujarat /

વલસાડઃ બે પુત્રીઓએ પુત્રની ગરજ સારી, પિતાની અરથીને આપી કાંધ

વલસાડઃ બે પુત્રીઓએ પુત્રની ગરજ સારી, પિતાની અરથીને આપી કાંધ

પ્રતિકાત્મક તસવીર

વલસાડના મરલા ગામે ટૂંકી માંદગી બાદ મૃત્યુ પામેલા પિતાને પુત્ર ન હોવાથી તેમને બંને પુત્રીઓએ પિતાની અરથીને કાંધ આપી હતી

  આપણા પુરુષ પ્રધાન દેશમાં હવે મહિલાઓ પણ પુરુષ સમોવડી બનતી રહે છે. દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ આગળ વધી રહી છે. હવે પુત્ર-પુત્રીનો ભેદ ધીમેધીમે ઓછો થતો સમાજમાં દેખાઇ રહ્યો છે. આવો જ એક કિસ્સો વલસાડના મરલા ગામમાં બન્યો છે.

  વલસાડના મરલા ગામે ટૂંકી માંદગી બાદ મૃત્યુ પામેલા પિતાને પુત્ર ન હોવાથી તેમને બંને પુત્રીઓએ પિતાની અરથીને કાંધ આપી હતી અને ત્યારબાદ સ્મસાનમાં જઇને સંપૂર્ણ રીતિ-રિવાજો મુજબ અગ્નિદાહ આપીને આજના સમયમાં દીકરી પણ દિકરાની ગરજ સારે છે તે સાબિત કરી બતાવ્યું છે.

  મળતી માહિતી પ્રમાણે મરલા ગામના ગામથાણા ફળિયામાં રહેતા વિજયભાઇ છગનભાઇ પટેલ વલસાડ રેલવેના સી.એન્ડ ડબલ્યુ વિભાગમાં ઓફિસર સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતાં હતા. તેમની પત્ની રંજનબેન શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જ્યારે બંને દીકરીઓ પૈકી નિધિ એમ.એસ.સી. અને શ્રેયાએ બી.એસ.સી સુધીનો અભ્યાસ કર્યો છે.

  વિજયભાઇને પુત્ર ન હોય, તેમના મૃત્યુ બાદ પુત્રીઓ તેમની અરથીને કાંધ આપે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. મઝદૂર સંઘના ખજાનચી એવા વિજયભાઇ પટેલ થોડા દિવસો પહેલા શિરડી ખાતે સાંઇબાબાના દર્શનાર્થે પગપાળા ગયા હતા. જે બાદ તેમના પર પર અચાનક સોજા આવતા વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યું થયું હતું.

  સદગતની ઇચ્છા અને કુટુંબીજનો તથા સમાજના સહકારથી બંને પુત્રીઓ નિધિ અને શ્રેયાએ પિતાની અર્થીને કાંધ આપી હતી. અને તે બાદ સ્મશાનગૃહમાં જઇને પિતાના અગ્નિસંસ્કાર કરીને ખરા અર્થમાં પુત્રી ધર્મ બજાવ્યો હતો.
  Published by:ankit patel
  First published:

  Tags: Funeral, ગુજરાત, દક્ષિણ ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन