વલસાડઃ બજારમાં જ બે આખલાઓ યુદ્ધે ચડ્યા, ધમાચકડીમાં લોકોના જીવ તાળવે ચોંટ્યા, video viral
વલસાડઃ બજારમાં જ બે આખલાઓ યુદ્ધે ચડ્યા, ધમાચકડીમાં લોકોના જીવ તાળવે ચોંટ્યા, video viral
વલસાડ આખલાઓના યુદ્ધની તસવીર
valsad news: લાંબા સમય સુધી બંને આખલાઓ વચ્ચે (bulls fights) જાણે યુદ્ધ જામ્યું હતું. બંને આખલાઓ ની લડાઈને કારણે બજારમાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ના જીવ તાળવે ચોંટયા હતા.
Valsad: વલસાડ શહેરમાં જાહેર બજારમાં બે આખલાઓ યુદ્ધે (bull fight) ચડતાં દોડધામ મચી ગઇ હતી. લાંબા સમય સુધી આખલાઓ ના યુદ્ધને કારણે બજારમાંથી (market) પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ના જીવ તાળવે ચોંટયા હતા અને બજારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.
બનાવની વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં શહેરી વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર રખડતાં પશુઓનો આતંક વધી રહ્યો છે ત્યારે વલસાડ શહેરમાં પણ છેલ્લા કેટલાક સમયથી જાહેર રસ્તા પર રખડતા પશુઓ નો આતંક વધતો જઈ રહ્યો છે. તેવા સમયે વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી ના પાછળના ભાગે ભર બજારમાં બે આખલાઓ તોફાને ચડ્યા હતા.
લાંબા સમય સુધી બંને આખલાઓ વચ્ચે જાણે યુદ્ધ જામ્યું હતું. બંને આખલાઓ ની લડાઈને કારણે બજારમાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ના જીવ તાળવે ચોંટયા હતા. તો બજારમાં લારી ધારકો અને અન્ય ફેરિયાઓ મા ભયનો માહોલ છવાયો હતો. લાંબા સમય સુધી બંને આખલાઓ વચ્ચે લડાઈ જામતા સ્થાનિક લોકોએ અને પસાર થતા રાહદારીઓ અને દુકાનદારોએ બંને આખલાઓને છૂટા પાડવા માટે ખૂબ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમ છતાં તોફાને ચડેલા આખલાઓ ની લડાઈ ચાલુ જ રહી હતી.
આખરે લોકોએ લડી રહેલા બન્ને આખલાઓ પર ઠંડા પાણીનો મારો ચલાવતા બંને છુટા પડ્યા હતા. અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ અગાઉ પણ વલસાડ શહેરમાં રસ્તા પર રખડતા પશુઓ ને કારણે અનેક અકસ્માતના બનાવો બની ચૂક્યા છે. તોફાને ચડતા રખડતા પશુઓ બજારમાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે પણ લે છે.
ત્યારે ફરી એક વખત વલસાડના ધોબીતળાવ માં તોફાને ચડેલા બે આખલાઓ એ લાંબા સમય સુધી આખી બજાર ને માથે લીધી હતી.આખરે આખલાઓ નું યુદ્ધ પૂરું થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે અવારનવાર જાહેર રસ્તાઓ પર તોફાને ચઢી અને આતંક મચાવતા આવા રખડતાં પશુઓને વલસાડ નગરપાલિકા દ્વારા પકડી અને પાંજરે પુરવામાં આવે તે જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર