ત્રીજા માળેથી અઢી વર્ષનું બાળક નીચે પટકાયું, જુઓ ચમત્કારિક બચાવનો video

News18 Gujarati
Updated: December 3, 2019, 1:50 PM IST
ત્રીજા માળેથી અઢી વર્ષનું બાળક નીચે પટકાયું, જુઓ ચમત્કારિક બચાવનો video
સીસીટીવીમાંથી લીધેલી તસવીર

  • Share this:
દમણ : સોશિયલ મીડિયામાં દમણનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યોછે. જેમાં અઢી વર્ષનો બાળક ત્રીજા માળે આવેલા પોતાનાં ઘરની ગેલેરીમાં રમી રહ્યુ હતું. તે દરમિયાન નીચે પટકાતા નીચે ઉભેલા લોકોએ તેને પકડીને લીધો હતો. અને બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.

દમણ ખારીવાડમાં એક બાળક ત્રીજા માળની એક ગેલેરીમાં રમી રહ્યું હતું. આ ગેલેરીમાં ગ્રીલ પણ ન હતી. જેથી બાળક રમતા રમતા નીચે પડ્યું અને બીજા માળની જાડી પર લટકાઇ ગયું. આ બધું નીચે ઉભેલા લોકો જોઇ રહ્યાં હતાં. જ્યારે બાળક બીજા માળેથી નીચે પડ્યું ત્યારે નીચે ઉભેલા એકઠા થયેલા લોકોએ બાળકને કેચ પકડતા હોય તેમ પકડી લીધો હતો. જેથી આ અઢી વર્ષનાં જમાલ નામના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.

આ પણ વાંચો : રાજકોટ પોલીસ એક્શનમાં, દારૂની ભઠ્ઠીઓ અને બૂટલેગરોનાં ઘરોમાં દરોડા

અઢી વર્ષનું બાળક


કેટલાક લોકોની સમયસૂચકતાને કારણે એક બાળકનો જીવ બચ્યો હતો. જેના કારણે પરિવારની જાનમાં જાન આવી હતી. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જે બાદ આ ઘટનાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

First published: December 3, 2019
વધુ વાંચો
अगली ख़बर