વલસાડ: ટ્રક ચાલકની બેદરકારીથી ક્લિનરનું કમકમાટીભર્યું મોત, બનાવનો વીડિયો વાયરલ

વલસાડ: ટ્રક ચાલકની બેદરકારીથી ક્લિનરનું કમકમાટીભર્યું મોત, બનાવનો વીડિયો વાયરલ
સીસીટીવીમાં કેદ થયેલી ઘટના.

ટ્રકના ચાલકની બેદરકારીને કારણે એ જ ટ્રકના ટાયર નીચે આવી જતાં ક્લિનરના કમકમાટી ભર્યાં મોતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લા (Valsad district)ના પારડી તાલુકાના ઓરવાડા ગામે એક વજન કાંટા પર વજન કરવા આવેલા એક ટ્રકના ચાલકે (Truck driver) બેદરકારીથી ટ્રક ચલાવતા ટ્રકના ક્લિનરનું ટાયર નીચે આવી જતાં કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ટ્રકના ચાલકની બેદરકારીને કારણે ટ્રકના ટાયર નીચે એ જ ટ્ર્કના ક્લિનરના કમકમાટી ભર્યાં મોતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

  મહત્ત્વપૂર્ણ છે કે ગઈ 14મી તારીખે પારડી તાલુકાના ઓરવાડા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા દેસાઈ વજન કાંટા પર રાત્રે મહારાષ્ટ્રના ધૂલીયાના ટ્રકના ચાલક અને ક્લિનર ટ્રક લઈને આવ્યા હતા. વજન કાંટા પર લાવ્યા બાદ ટ્રકના ચાલક શિવદાસ નાયક અને ટ્રકના ક્લિનર મનોહર નાયક નીચે ઉતર્યા હતા. ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરી ટ્રકનો ચાલક શિવદાસ નાયક ટ્રકની સીટ પર બેસી ગયો હતો અને ટ્રકને આગળ વધાર્યો હતો.  આ પણ વાંચો: રાજસ્થાન: પાંચ બાળકો રમતાં રમતાં અનાજ ભરવાની કોઠીમાં છૂપાયા, ઢાંકણું બંધ થઈ જતાં મોત

  આ વખતે ટ્રકની બીજી બાજુમાં ઊભેલા ટ્રકના ક્લિનર પર ટ્રક ચાલકનું ધ્યાન ગયું ન હતું. ટ્રક ચાલકે બેદરકારીથી ટ્રકને હંકારતા ક્લિનર ટ્રકની બીજી સાઇડ પરથી નીચે પડી ગયો હતો. ત્યાર બાદ ગણતરીની સેકન્ડમાં જ ટ્રકનો ક્લિનર તેની ટ્રક નીચે આવી ગયો હતો. સામાનથી ભરેલા વજનદાર ટ્રકના ટાયર ક્લિનર મનોહર નાયક પર ફરી વળતાં તેનું ગણતરીની સેકન્ડમાં જ ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

  ટ્રકના ટાયર ક્લિનર પર ફરી વળ્યા બાદ ટ્રકના ચાલકે જોયા વગર જ ટ્રકને વજન કાંટા પર સેટ કરવા માટે રિવર્સ ચલાવ્યો હતો. રિવર્સ ચલાવતી વખતે પણ ટ્રકનું ટાયર ક્લિનર પર ચઢી ગયું હતું. કાળજુ કંપાવી નાખે તેવી આ સમગ્ર ઘટના વજન કાંટાની ઓફિસની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 14 તારીખે બનેલી આ ઘટનાનો લાઈવ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 14મી તારીખે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ લઈને પારડી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:March 22, 2021, 11:39 am

  ટૉપ ન્યૂઝ