વલસાડઃ પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ

વલસાડના ઉમરગામમાં વરોલી નદીથી ઉમરગામમાં જતી પીવાની પાણીની પાઇપ લાઈન માં ભગાણ સર્જાતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો.

News18 Gujarati
Updated: May 17, 2019, 6:11 PM IST
વલસાડઃ પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વલસાડમાં પાણીની લાઇનમાં ભંગાણ
News18 Gujarati
Updated: May 17, 2019, 6:11 PM IST
ભરતસિંહ વાઢેર, વલસાડઃ વલસાડના ઉમરગામમાં વરોલી નદીથી ઉમરગામમાં જતી પીવાની પાણીની પાઇપ લાઈન માં ભગાણ સર્જાતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. સોલ્સુંબા નજીક તળાવમાં ખોદકામ ચાલી રહ્યું હતું. એ વખતે પાણીની લાઈનમાં મોટું ભંગાણ સર્જાતા તંત્ર દોડતું થઈ ગયું હતું. તંદ્ર દ્વારા યુદ્ધના ધોરણે પાણીની લાઈન સમારકામ શરુ કર્યું હતું.

મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે અનેક વિસ્તારોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે. ત્યારે વહીવટી તંત્રની નિષ્ફળતાને કારણે પાણી વેડફાટની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામમાં લાખો લીટર પાણીનો વ્યય થયો હતો. ઉમરગામના સોળ સુંબા ગામેં હજારો લીટર પાણી વહી જવાની ઘટના બની હતી.

વરોલી નદીથી ઉમરગામમાં જતી પીવાની પાણીની પાઇપ લાઈનમાં ભગાણની ઘટના બની હતી. તળાવમાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક પાણીના મોટા ફુરવા ઉડ્યા હતા. કામ કરી રહેલા કામદારની ભૂલને કારણે પાણીની પાઈપલાઈનમાં મોટું ભંગાણ થયું હતું.

એક તરફ પાણીનો પોકાર ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ઉમરગામમાં પાણીનો બગાડ જોવા મળતા તંત્રની બેદરકારી સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ નોટીફાઇડ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પાણી પુરવઠો બંધ કરાવી લાઇનનું રીપેરીગ હાથ ધરાયું હતું. આ મામલે સ્થળ પર પહોંચેલા અધિકારીએ આ મામલે દોષિત પર પગલાં લેવાની ખાતરી આપી હતી.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...