વાપી: ટેમ્પાની ચોરી CCTVમાં કેદ, જુઓ ગઠિયા કેવી રીતે લોક તોડીને ટેમ્પાને હંકારી ગયા


Updated: October 24, 2020, 11:09 AM IST
વાપી: ટેમ્પાની ચોરી CCTVમાં કેદ, જુઓ ગઠિયા કેવી રીતે લોક તોડીને ટેમ્પાને હંકારી ગયા
ઘટના સીસીટીવીમાં કેદ.

સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્ય મુજબ એક કાર રાતના અંધકારમાં ટેમ્પા નજીક આવે છે. તેમાંથી પ્રથમ એક શખ્સ બહાર નીકળે છે અને ટેમ્પાના દરવાજાનો લોક તોડીને અંદર ઘૂસે છે.

  • Share this:
ભરતસિંહ વાઢેર, વાપી: સીસીટીવી કેમેરા (CCTV)ને કારણે અનેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં મદદ મળી રહે છે. સુરક્ષા માટે નાખવામાં આવતા સીસીટીવી કેમેરા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ત્યારે વાપી ખાતે એક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.  જેમાં એક ટેમ્પાની ચોરી (Theft) કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

વાપીના જીઆઇડીસી (Vapi GIDC) ચાર રસ્તા નજીક બે દિવસ અગાઉ મોડી રાત્રે એક ટેમ્પોની ચોરી થઈ હતી. વાપીના ચણોદ કોલોની વિસ્તારમાં રહેતા ટેમ્પો ચાલક હેમંતભાઈ ખટીકે પોતાનો ટેમ્પો વાપી જીઆઇડીસી ચાર રસ્તા નજીક આવેલા એક શોપિંગ કોમ્પલેક્ષમાં આવેલી દુકાનની સામે રાત્રે પાર્ક કર્યો હતો.

ટેમ્પો પાર્ક કર્યા બાદ તેઓ ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે તેમનો ટેમ્પો ચોરાયું હોવાની જાણ થતા તેઓએ વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદમાં જીઆઈડીસી પોલીસ ટેમ્પો ચોરીની ઘટનાની તપાસ માટે કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે જે જગ્યાએથી ટેમ્પોની ચોરી થઈ હતી તેની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં ટેમ્પો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી.

સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્ય મુજબ એક કાર રાતના અંધકારમાં ટેમ્પા નજીક આવે છે. તેમાંથી પ્રથમ એક શખ્સ બહાર નીકળે છે અને ટેમ્પાના દરવાજાનો લોક તોડીને અંદર ઘૂસે છે. ત્યારબાદ થોડીવારમાં જ તે બહાર નીકળે છે. જે બાદમાં ફરી થોડીવારમાં કારમાંથી અન્ય એક શખ્સ નીકળે છે, જે ટેમ્પોમાંનો દરવાજો ખોલી અંદર જઈને ટેમ્પો ચાલુ કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે.

આ પણ વાંચો: 

ટેમ્પાની સાથે સાથે કાર પણ તેની સાતે ચાલી નીકળે છે. વાપી જીઆઇડીસી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ટેમ્પો ચોર સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
Published by: Vinod Zankhaliya
First published: October 24, 2020, 11:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading