Home /News /south-gujarat /Vapi: દીકરાની અંતિમ યાત્રામાં જ માતા ઢળી પડી, માતા-પુત્રને આજુબાજુમાં અગ્નિદાહ અપાયો

Vapi: દીકરાની અંતિમ યાત્રામાં જ માતા ઢળી પડી, માતા-પુત્રને આજુબાજુમાં અગ્નિદાહ અપાયો

વાપીમાં દીકરાની અંતિમ યાત્રામાં જ માતા ઢળી પડી,આજુબાજુમાં અગ્નિદાહ આપવામાં આવ્યો

વાપીમાં રહેતા એક યુવકનું લાંબા સમયની માંદગી બાદ મોત થતા અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રા માં પરિવારજનો સાથે યુવકની માતા પણ જોડાઈ

વાપીમાં દીકરાની અંતિમ યાત્રામાં જ માતા ઢળી પડી અને મોતને ભેટી. માતા-પુત્રને આજુબાજુમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. વાપી ના ટાંકીફળિયા વિસ્તારમાં રહેતા એક યુવકનું લાંબા સમયની માંદગી બાદ મોત થતા અંતિમ યાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રા માં પરિવારજનો સાથે યુવકની માતા પણ જોડાઈ હતી. જોકે અંતિમ યાત્રામા નીકળેલી યુવકની માતાને અચાનક ચક્કર આવી જતા તે ઢળી પડ્યા હતા. અને પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અને પરિવારજનો દ્વારા માતા અને પુત્રને નામધા સ્મશાન મા આજુબાજુમાં જ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. પુત્ર અને માતા એક પછી એક મોતને ભેટતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

બનાવની વિગત મુજબ વાપી ના ટાંકીફળિયા વિસ્તારમાં સ્થિત ભીખી માતા મંદિરની બાજુમાં રહેતો 50 વર્ષીય યુવક સુભાષભાઇ છનીયાભાઇ હળપતિ ડ્રાઇવિંગ કરીને ઘર ગુજરાન ચલાવતા હતા. જોકે આ યુવક ઘણાં લાંબા સમયથી બીમાર હતો અને લાંબી માંદગી બાદ આ યુવકનું શુક્રવારે રાત્રે ઘરે જ મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

પરિવારજનો શનિવારે સવારે સુભાષની અંતિમ યાત્રા લઈ ઘરેથી નીકળ્યા હતા. આ અંતિમયાત્રા મા યુવકની 70 વર્ષીય માતા શાંતિબેન પણ જોડાયા હતા. જોકે યુવકની અંતિમયાત્રા ઘરથી થોડે દુર સુધી જ પહોંચી હતી અને પોતાના પુત્રની અંતિમયાત્રામાં નીકળેલી માતા શાંતિબેનને અચાનક ચક્કર આવતા તેવો નીચે ઢળી પડયા હતા. જેથી પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે ચલા વિસ્તારમાં સ્થિત પારેખ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

જોકે હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે શાંતિબેન ને મૃત જાહેર કર્યા હતા. અને બંનેને આજુબાજુમા અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.થોડા દિવસ અગાઉ મૃતક સુભાષ ના નાના ભાઈ ચેતન નું પણ માંદગીના કારણે મોત થયું હતું. જોકે હવે પુત્ર અને માતા બંને એક પછી મોતને ભેટતા આ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
First published:

Tags: Local Samachar, Mother son death, Vapi News