Valsad Weather: જિલ્લામાં કમોસમી વરસાદથી વાતાવરણ ઠંડુ, શીત લહેરથી બચવા લોકો તાપણાના સહારે
Valsad Weather: જિલ્લામાં કમોસમી વરસાદથી વાતાવરણ ઠંડુ, શીત લહેરથી બચવા લોકો તાપણાના સહારે
વલસાડ જિલ્લામાં ભારે ઠંડીનો અનુભવ
વલસાડ જિલ્લામાં શનિવારના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી છાંટણા થતા વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. ગત રોજ પણ તેની અસર જોવા મળી હતી અને ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું.
Valsad News: વલસાડ જિલ્લામાં શનિવારના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી છાંટણા થતા વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. ગત રોજ પણ તેની અસર જોવા મળી હતી અને ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. ગત રોજ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 6 સે.ગ્રે.ડિગ્રી નોંધાયું હતું. આમ ગત રોજ તાપમાનનો પારો નીચે જતા લોકોએ ભારે ઠંડીનો અનુભવ કર્યો હતો. લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી હતી. તો ઠંડીમા ઠુઠવાતા લોકોએ તાપણા કરવા પડ્યા હતા.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી પાસેથી મળતી વિગતો મુજબ જિલ્લામાં તા.10/01/2022 ના રોજ મહત્તમ તાપમાન - 26.4 સે.ગ્રે.ડિગ્રી નોંધાયું હતું. જોકે લઘુત્તમ તાપમાન - 6 સે.ગ્રે.ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ ભેજ -100 ટકા અને લઘુત્તમ ભેજ 34 ટકા નોંધાયું હતું. તેમજ પવનની ઝડપ 2.2 કિ.મી./કલાક નોંધાઇ હતી.
જ્યારે તા.09/01/2022 ના રોજ મહત્તમ તાપમાન - 26 સે.ગ્રે.ડિગ્રી નોંધાયું હતું. અને લઘુત્તમ તાપમાન - 9.9 સે.ગ્રે.ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ ભેજ -100 ટકા અને લઘુત્તમ ભેજ 31 ટકા નોંધાયું હતું. તેમજ પવનની ઝડપ 2.4 કિ.મી./કલાક નોંધાઇ હતી.
મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી હવામાન મા અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે. પાછલા પખવાડિયામાં તા.02/01/2022 થી 06/01/2022 સુધી જિલ્લામાં મહત્તમ તાપમાન - 30.9 થી 33.9 સે.ગ્રે.ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન - 14.6 થી 18.5 સે.ગ્રે.ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. મહત્તમ ભેજ - 100 ટકા અને લઘુત્તમ ભેજ 35 ટકા થી 56 ટકા વચ્ચે નોંધાયું હતું. આ 5 દિવસો દરમિયાન દક્ષિણ દિશા તરફથી પવનની ગતિ 1.2 થી 1.8 કિ.મી./કલાક સુધી નોંધાઇ હતી.
તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી પાસેથી મળતી વિગતો મુજબ જિલ્લામાં તા.12/01/2022 જાન્યુઆરી સુધીના દિવસોમાં હળવા વરસાદ અને આકાશ મહદઅંશે ચોખ્ખું રહેવાની સંભાવના છે. તો મહત્તમ તાપમાન 26 થી 27 સે.ગ્રે.ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. અને લઘુત્તમ તાપમાન 15 થી 17 સે.ગ્રે.ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ 36 થી 82 ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. અને પવનની દિશા ઉત્તર - પૂર્વ રહેશે અને 8.1 થી 12.5 કિ.મી./કલાકની ઝડપે પવનો ફૂંકાવાની સંભાવના છે.
આમ ગત રોજ તા.10/01/2022 ના રોજ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 6 સે.ગ્રે.ડિગ્રી નોંધાયું હતું. તાપમાનનો પારો નીચે જતા લોકોએ ભારે ઠંડીનો અનુભવ કર્યો હતો. લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી હતી. તો ઠંડીમા ઠુઠવાતા લોકોએ તાપણા કરવા પડ્યા હતા. તો આગામી દિવસોમાં પણ જિલ્લામાં વાતાવરણમાં અનેક ફેરફારો જોવા મળી શકે છે. જિલ્લામાં ઠંડીનો પારો ગગડવાની શક્યતાઓ છે. જેથી લોકોને ભારે ઠંડીનો અનુભવ કરવો પડશે. તો સાથેજ જિલ્લામાં આગામી પાંચ દિવસોમાં હળવા વરસાદ અને આકાશ મહદઅંશે ચોખ્ખું રહેવાની સંભાવના છે. (Source- Krishi Vigyan Kendra-Ambheti)
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર