વલસાડ: જિલ્લાના નાનીસરોણ ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી આતંક મચાવતી ખૂંખાર દીપડી આખરે પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા એક અઠવાડિયામાં ખૂંખાર દીપડી એ ગામના છેવાડાના વિસ્તારો ના ઘરમાંથી પાંચથી વધુ નાના મોટા પશુઓનું મારણ કર્યું હતું. આથી ગામમાં ભયનો માહોલ હતો. લોકો દિવસે પણ વાડી કે ખેતર સુધી જતા ડર અનુભવી રહ્યા હતા. ત્યારે વનવિભાગે ગોઠવેલા પાંજરામાં આખરે આ દીપડી ઝડપાઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
બનાવની વિગત મુજબ વલસાડના નાનીસરોણ ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડા દેખા દેતા હોવાની વન વિભાગને લોકો એ રજૂઆત કરી હતી. જોકે છેલ્લા એક અઠવાડિયામાં ગામના છેવાડાના ઘરોમાંથી ત્રણ વાછરડા અને કેટલાંક ઘરોમાંથી મરઘાનો શિકાર થઈ રહ્યો હતો. આથી ગામમાં ભયનો માહોલ છવાયો હતો. ગામની આસપાસ ખૂંખાર દીપડા ની હાજરી ની જાણ થતાં જ લોકોમાં ભયનો માહોલ હતો. અને લોકો દિવસે પણ ખેતર કે વાડી સુધી જતા ડર અનુભવી રહ્યા હતા. આથી સ્થાનિક લોકોએ ગામમાં આતંક મચાવનાર દીપડાને ઝડપવા વનવિભાગને જાણ કરી હતી.
સ્થાનિક લોકોએ ગામમાં આતંક મચાવનાર દીપડાને ઝડપવા વનવિભાગને જાણ કરી હતી આથી વલસાડના ચણવઇ વન વિભાગની ટીમે નાની સરોણ ગામના મુકેશભાઈ પટેલના ઘરની પાછળ ના ભાગમાં વાડી માં પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં આજે આ ખૂંખાર દીપડી આખરે પાંજરે પુરાઈ હતી. દીપડી પાંજરે પુરાઇ હોવાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો જોવા એકઠા થયા હતા. અને વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને ખુંખાર દીપડી નો કબજો લીધો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વલસાડ જિલ્લાના અનેક રહેણાંક વિસ્તારોમાં દીપડાઓ ઝડપાયા હોવાના બનાવ બની ચૂક્યા છે. શિકારની શોધમા જંગલ છોડી અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ રહેણાક વિસ્તાર સુધી આવી રહ્યા હોવાના અગાઉ પણ બનાવો પણ અનેક વખત બની ચૂકયા છે. ત્યારે રહેણાક વિસ્તાર સુધી પહોંચેલા હિંસક પશુઓ અને પ્રાણીઓ નાના-મોટા પશુઓનો શિકાર કરી આતંક મચાવતા હોવાને કારણે લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. ત્યારે નાની સરોણ ગામમાં પણ આ ખૂંખાર દીપડી આખરે પાંજરે પુરાતા લોકોએ રાહત નો શ્વાસ અનુભવ્યો છે.
નાની સરોણ ગામમાં ખૂંખાર દીપડી આખરે વનવિભાગના પાંજરે પુરાતા લોકોએ હાલ તો રાહત અનુભવી છે જોકે હજુ પણ ગામની આસપાસ દીપડાઓ ની હાજરી હોવાની લોકો ને આશંકા છે. આથી હજુ પણ ગામની આસપાસની હાજરીમાં ફરતા દીપડાઓને ઝડપવા જરૂરી કાર્યવાહી કરવા લોકો વન વિભાગ ને રજૂઆત કરી રહ્યા છે.