ભરતસિંહ વાઢેર: વલસાડ જિલ્લાના કપરાડામાં આજે ચેક ડેમ પરથી ધસમસતા પાણીના પ્રવાહમાં આજે એક બાળકની અંતિમ યાત્રા નીકળી હતી. કરુણ વાસ્તવિકતા એ છે કે મૃતક બાળક જે ચેક ડેમ પરથી નદીના પ્રવાહમાં તણાયો હતો.
એજ ચેક ડેમ પરથી નદીના પાણી વચ્ચેથી આજે તેની અંતિમ યાત્રા નીકળી હતી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાડધા ગામમાં બે દિવસ અગાઉ 10 વર્ષનો એક બાળક ચેકડેમ પરથી તણાયો હતો. વાડધા ગામ નજીકથી પસાર થતી કોલક નદીમાં પાણી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું હતું.
આથી કોલક નદીનું પાણી ચેક ડેમ પર ફરી વળ્યું હતું. જોકે એ વખતે એક પરિવાર રાતના અંધારામાં ચેકડેમ પરથી વહેતા ધસમસતા પાણીમાંથી પસાર થઇ રહ્યો હતો.
એ વખતે જ 10 વર્ષનું બાળક માતા પિતાની નજર સામે જ કોલક નદીમાં તણાયો હતો. જોકે કલાકોની શોધખોળ બાદ આજે તેનો મૃતદેહ મળ્યો હતો. પરંતુ કરુણ વાસ્તવિકતા એ છે કે જે ચેક ડેમ પરથી કોલક નદીના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો.
એ જ ચેકડેમના ઉપરથી પસાર થતાં કોલક નદીના પાણીના પ્રવાહમાંથી આજે બાળકની અંતિમયાત્રા નીકળી હતી. આમ આ દ્રશ્ય જોઇ સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર