Home /News /south-gujarat /

વલસાડ: નંદાવાલા ગામ નજીક આવેલી હોટલ પાસે NH-48 ઉપર સર્જાયો અકસ્માત

વલસાડ: નંદાવાલા ગામ નજીક આવેલી હોટલ પાસે NH-48 ઉપર સર્જાયો અકસ્માત

સવારે

સવારે નેશનલ હાઈવે 48 ઉપર કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી ટેમ્પો મા અથડાઈ

વલસાડના નંદાવાલા ગામ નજીક આવેલી સાસુમાં હોટલ પાસે નેશનલ હાઈવે 48 ઉપર સર્જાયો અકસ્માત,ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી અમદાવાદ 

    આજરોજ વહેલી સવારે વલસાડ ના નંદાવાલા ગામ નજીક આવેલી સાસુમા હોટલ પાસે નેશનલ હાઈવે 48 મુંબઈ થી અમદાવાદ તરફ જઈ રહેલ કાર નંબર MH 04 HU 0201 ના ચાલકે સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કૂદી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી આવતા ટેમ્પો નંબર GJ.18.BT.3526 સાથે અથડાઈ હતી.. ઘટનામાં કારનું કચરઘાણ બોલાવી દીધો હતો. આ ઘટનામાં કાર ચાલક કારની અંદર ફસાઈ જતા સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ ફસાયેલા કાર ચાલક ને બહાર કાઠયો હતો.

    સ્થાનિક યુવક રાકેશ પટેલ દ્રારા 108 અને પોલીસની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસ અને 108 ની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી અને ગંભીર રીતે ઘાયલ યુવક ને સારવાર માટે 108 મારફતે વલસાડ ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો..

    આ ઘટનાને પગલે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે કલાક સુધી જામ રહયો હતો. વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.
    First published:

    Tags: Ahmedabad Mumbai, NH48, Valsad, અકસ્માત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन