Home /News /south-gujarat /

Valsad: શહેરનાં પ્રવેશ દ્વાર પર બિરાજમાન તડકેશ્વર મહાદેવ, વર્ષો જુના ઈતિહાસ સાથે છે અનેક લોકવાયકા

Valsad: શહેરનાં પ્રવેશ દ્વાર પર બિરાજમાન તડકેશ્વર મહાદેવ, વર્ષો જુના ઈતિહાસ સાથે છે અનેક લોકવાયકા

વલસાડ

વલસાડ ખાતે તડકેશ્વર મહાદેવ મંદિર માં 800વર્ષ પહેલા શિવલિંગ ની સ્થાપના કરવામા આવી

વલસાડમા બિરાજમાન તડકેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર...ચોમાસામાં કાળો રંગ ,શિયાળામાં ભૂરો રંગ તો ઉનાળાની ઋતુમાં શિવલિંગ લાલાશ પડતું થઇ જાય છે

  વલસાડઃ વલસાડ શહેરનાં પ્રવેશ દ્વાર પર બિરાજમાન છે તડકેશ્વર મહાદેવ. આ મંદિર સાથે જોડાયેલા વર્ષો જુના ઈતિહાસ સાથે અનેક લોકવાયકા પણ જોડાયેલી છે. તડકેશ્વર મહાદેવ મંદિરમાં આકર્ષણનું કેન્દ્ર છે ભગવાન શિવનું શિવલિંગ સામાન્ય રીતે મહાદેવનાં મંદિરોમાં જે લિંગ ઉભું જોવા મળે છે એ અહી આડું એટલે કે ભગવાન આરામ કરતા હોય એ અવસ્થામાં જોવા મળે છે. તેમજ તડકેશ્વર મહાદેવ મંદિર વિશ્વ નું એકમાત્ર છત વિનાનું મંદિર છે.

  વલસાડ શહેરના પ્રવેશ દ્વાર પર આવેલ આ તડકેશ્વર મહાદેવ મંદિરમાં 800 વર્ષ પહેલા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી કહેવાય છે કે અહી પહેલા પડતર જમીન માત્ર હતી અને વર્ષો પહેલા એટલે કે 800 વર્ષ પહેલા વાંકી નદીનાં કિનારે એક ગાય દરરોજ આવી એક શીલા એટલેકે એક પથ્થર પર દૂધ આપતી હતી. અને ગાયનો માલિક જ્યારે દૂધ દોહવા માંડે છે ત્યારે તે દૂધ આપતી નથી જેથી ચિંતિત ગોવાળિયો ગાય નું દૂધ કોઈ ચોરે છે અને એને પકડીને રહીશ વિચારી એક દિવસ એ ગાયની પાછળ - પાછળ જાય છે ત્યારે નદીને કિનારે આવી એ પણ ચોંકી ઉઠે છે , ગાય એક શીલા પર પોતાનું દુધ જાતેજ અર્પણ કરી રહી હતી.

  ગોવાળીયાએ આ વાત ની જાણ બીજા ગામવાળાઓને કરી અને બધાએ મળી જે તે પથ્થર ને ઉચકવાના પ્રયત્નો કર્યા નવાઈ ની વાત એ હતી કે આ પથ્થર દસ થી વીસ વ્યક્તિઓએ મળીને ઉચકવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ ઉચકાયો નહિ ...ત્યાર બાદ ગામનાજ એક વ્યક્તિ ને સપનું આવ્યું જેમાં ભગવાન શિવે આ પોતાનું શિવલિંગ હોવાનું જણાવ્યું અને કહ્યું કે માત્ર બે વ્યક્તિઓ પણ શ્રદ્ધાથી આ લિંગ ને ઉપાડશે તો એ ઉચકાઈ જશે અને જ્યાં તમને વજન લાગે ત્યાં આ લિંગની સ્થાપના કરી દેવી, સપનાની વાત ગામલોકોને કરતા માત્ર બે વ્યક્તિઓએએ લિંગને ઉપાડ્યું અને વાંકી નદીના કિનારેથી થોડે દુર લિંગનું વજન વધતા તેને અહી સ્થાપિત કર્યું.

  ત્યાર બાદ લિંગનાં ફરતે ઘાસ અને વાસની એક ઝોપડી બનાવી પરંતુ બનાવી તેના બીજાજ દિવસે આગ્ વગર આ ઝોપડી સળગી ઉઠી . ગામલોકો આશ્ચર્ય માં પડી ગયા કારણ કે મંદિરમાં કોઈ દીવો કે દીવાસળી નોહતી તે છતાં આગ કેમની લાગી ? ત્યાર બાદ ફરી એક વખત આ લિંગ ફરતે મંદિર બનાવવાનું શરુ થયું અને આ વખતે પતરાનો ઉપયોગ કરવામાં આવ્યો રાત્રીના સમયે અચાનક ગામમાં વાવાજોડું આવ્યું આજુ બાજુના મકાનોને આ વાવાજોડાની કોઈ અસર નાં થઇ પરંતુ મંદિરની છત ફરી એક વખત ઉડી ગઈ. ત્યાર બાદ ફરી એક વ્યક્તિને ભગવાને સપના માં આવીને જણાવ્યું કે હું તડકેશ્વર મહાદેવ છું મને તડકો,વરસાદ,અને ઠંડી સીધી મળવી જોઈએ અને ત્યારબાદ આ મંદિરને છત વિનાનું બનાવવામાં આવ્યું .. ત્યાર બાદ 1992 માં મંદિર નાં ટ્રસ્ટ દ્વારા 22 ફૂટ નાં વ્યાસ સાથે ખુલ્લું મંદિર બનાવાયુ હતુ.

  આ પણ વાંચો: શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવઃ કેન્દ્રીય ગૃહમંત્રી Amit shah રહેશે ઉપસ્થિત, વાંચો આખો કાર્યક્રમ

  આ મંદિરમાં રહેલ શિવલિંગ ઋતુ પ્રમાણે પોતાના રંગ બદલે છે ચોમાસામાં કાળો રંગ ,શિયાળામાં ભૂરો રંગ તો ઉનાળાની ઋતુમાં શિવલિંગ લાલાશ પડતું થઇ જાય છે , મંદિર સાથે લોકોની શ્રદ્ધા દેશવિદેશથી જોડાયેલી છે માનવામાં આવેછે કે અહી માનેલી માનતા પૂરી થાયજ છે, શ્રાવણ માસ તેમજ દર સોમવારે શ્રધ્ધાળુઓ રાજ્ય ભાર માંથી અહી અચૂક આવે છે ત્યારે ખાસ કરીને ડાઇમંડ સીટી સુરતનાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધારે જોવા મળે છે. વલસાડ શહેર ના પ્રવેશ દ્વાર પર આવેલ આ તડકેશ્વર મહાદેવ મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક બન્યું છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Valsad, વલસાડ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन