વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયેલા સુરતના ઉદ્યોગતપતિ દંપતીને કોર્ટે જેલ ભેગા કર્યા, કઢીવાલા કપલેએ કેવી કરી હતી દલીલ?

News18 Gujarati
Updated: October 30, 2020, 9:25 PM IST
વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયેલા સુરતના ઉદ્યોગતપતિ દંપતીને કોર્ટે જેલ ભેગા કર્યા, કઢીવાલા કપલેએ કેવી કરી હતી દલીલ?
પકડાયેલા દંપતીની તસવીર

આ દંપતીએ પોલીસ સમક્ષ દારૂનો આ જથ્થો કોઈને વેચવા નહીં પરંતુ પોતાના માટે જ લાવ્યા હોવાની પોલીસ સમક્ષ દલીલ કરી હતી.

  • Share this:
ભરતસિંહ વાઢેર, વલસાડઃ ગુજરાતને અડીને આવેલા સંઘપ્રદેશ દમણમાં (Daman) ગુજરાતમાંથી હજારો લોકો ફરવા જતા હોય છે. ત્યારે કેટલાક લોકો પરત ફરતી સમયે પોતાની સાથે દારૂની બોટલો પણ લાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક હાઈપ્રાફોઈલ કેસ (high profile case) ગુરુવારે વાપી ટાઉન પોલીસે (vapi town police) પકડ્યો હતો. જેમાં સુરતમાં રહેતા ઉદ્યોગપતિ એવા કઢીવાલા દંપતીને (kadhivala couple) દમણથી આવતા મોંઘાદાટ કારમાં વિદેશી દારૂની બોટલો (liquor caught) સાથે પકડ્યા હતા. વાપી ટાઉન પોલીસે બંનેને આજે કોર્ટમાં (court) રજૂ કર્યા હતા. જેના પગલે કોર્ટ તેમને જ્યુડીશિયલ કસ્ટડીમાં (Judicial custody) એટલે કે જેલભેગા કર્યા હોવાની માહિતી મળી રહી છે.

શું છે આખી ઘટના?
મળતી માહિતી પ્રમાણે વાપી ટાઉન પોલીસે દમણથી ગુજરાતમાં પ્રવેશતા વિદેશી દારૂના જથ્થા સાથે સુરતના એક ઉધોગપતિ દંપતીને ઝડપી પાડ્યું છે. સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતો આ કઢીવાલા ઉધોગપતિ દંપતી (kadhivala couple) પોતાના બાળકો સાથે દમણ ફરવા આવ્યું હતું.

દંપતી મોંઘીદાટ કામમાં ડાભેલ ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં એન્ટ્રી કરી હતી
અને ત્યાર બાદ ઘરે પરત ફરતા તેઓએ દમણની વિવિધ વાઇન શોપ પરથી વિદેશી બોટલો ખરીદી હતી. અને ત્યારબાદ તેઓ મોંઘીદાટ કારમાં દમણ અને ગુજરાતની હદ પર આવેલા ડાભેલ ચેકપોસ્ટ (Dabhel checkpost) પરથી ગુજરાતમાં પ્રવેશ્યા હતા. એ વખતે જ ચેકપોસ્ટ આગળ તપાસમાં રહેલ વાપી ટાઉન પોલીસે કારને રોકી તપાસ કરતા કારમાંથી 11 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ-શું તમે કેવડિયા ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો અહીં જાણી લો આખા કેવડિયા ફરવાનો કેટલો થશે ખર્ચ
કારની તસવીર


આ પણ વાંચોઃ-દારૂ ઘૂસાડવાના બૂટલેગરોના નવા પ્લાન ઉપર પોલીસે ફેરવ્યું પાણી, દૂધના ટેન્કરમાંથી 135 પેટી વિદેશી દારુ પકડાયો

દારું વેચવા નહીં પણ પોતાના ઉપયોગ માટે લાવ્યાની કરી દલીલ
આ સાથે જ કારમાં સવાર સુરતના પિપલોદમાં રહેતા ઉધોગપતિ મિહિર મહેન્દ્ર કઢીવાલા અને તેમના પત્ની સ્વાતિ મિહિર કઢીવાલાને વિદેશી દારૂની હેરફેરની ગુનામાં ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે કે આ દંપતીએ પોલીસ સમક્ષ દારૂનો આ જથ્થો કોઈને વેચવા નહીં પરંતુ પોતાના માટે જ લાવ્યા હોવાની પોલીસ સમક્ષ દલીલ કરી હતી. પરંતુ પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દંપતી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસના હાથે ઝડપાયા તે વખતે કારના તેમના બે બાળકો પણ સવાર હતા.

દારૂની તસવીર


આ પણ વાંચોઃ-અનોખો ઉમેદવાર! નામ 'અર્થી બાબા', કામ છે ચૂંટણી લડવું, અત્યાર સુધી મળી છે 11 વખત હાર

વિદેશી બ્રાન્ડની 11 બોટલ દારૂ સાહિત 16.15 લાખનો મુદ્દામાલ જપ્ત
આથી પોલીસે વિદેશી દારૂની 11 બોટલો અને મોંઘીદાટ લક્ઝુરિયાસ કાર સહિત કુલ 16.15 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે સુરતના ઉધોગપતિ દંપતીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં ચકચાર મચી છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મોટી માત્રા દારુનો જથ્થો (liquor caught) પકડાવાની અનેક ઘટનાઓ સામે આવી છે. બૂટલેગરો દ્વારા ગુજરાત (Gujarat) બહારથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવા માટે અનેક વિવિધ રીતે અપનાવતા હોય છે. પરંતુ ક્યારેક બૂટલેગરોના (Botleggers) પ્લાન ઉપર પોલીસ પાણી ફેરવી દેતી હોવાનું પણ સામે આવે છે.
Published by: ankit patel
First published: October 30, 2020, 9:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading