સુપરફાસ્ટ ટ્રેનની બાઈક સાથે ધડાકાભેર ટક્કરનો live video, હવામાં ફંગોળાઈને થયા ટૂકડે ટૂકડા, યુવકનો આબાદ બચાવ

સુપરફાસ્ટ ટ્રેનની બાઈક સાથે ધડાકાભેર ટક્કરનો live video, હવામાં ફંગોળાઈને થયા ટૂકડે ટૂકડા, યુવકનો આબાદ બચાવ
વાયરલ વીડિયોની તસવીર

બાઇક ચાલકે સમય સુચકતા વાપરી અને બાઇકને છોડી અને દૂર થઈ જતા તેનો ચમત્કારી બચાવ થયો હતો. સેકન્ડમાં જ બાઈકનો કચ્ચરધાણ વળી ગયો હતો.

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વલસાડઃ સામાન્ય રીતે ટ્રેક સાથે વાહનોની ટક્કર થયાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયામાં (social media) ટ્રેન અકસ્માતનો (train accident video viral) એક વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. વીડિયો પ્રમાણે એક યુવક બાઈક લઇને બંધ ફાટકમાં જાય છે અને ટ્રેન આવે તે પહેલા જ બાઈક બંધ થઈને નીચે પડી જાય છે. પરંતુ સુપરફાસ્ટ ટ્રેન આવતી જોઈને યુવક પાછો હટી જાય છે અને ટ્રેન બાઈકને ધડાકાભેર (train hits bike) ટક્કર મારી પોતાની સાથે ખેંચી જાય છે. આમ બાઈકના ટૂકડે ટૂકડા થઈ જાય છે. અને યુવકનો આબાદ બચાવ થાય છે. આ વીડિયો કઈ જગ્યાનો છે એ અંગે કોઈ પુષ્ટી થઈ નથી.

  વાયરલ થયેલો આ વીડિયો 24 તારીખનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે રેલવે ફાટક પર સુપરફાસ્ટ ટ્રેન પસાર થવાની હતી એ વખતે જ ફાટક મેને સમય પર ફાટક બંધ કરી દીધો હતો. તેમ છતાં ઉતાવળમાં ફાટક પસાર કરવા એક બાઇક ચાલક યુવક બાઈક લઈને રેલવે ટ્રેક સુધી પહોંચી જાય છે. પરંતુ એ વખતે જ ટ્રેક પર સામે સુપરફાસ્ટ ટ્રેન ને જોતાં જ બાઈકચાલક બાઈક મૂકી અને દૂર ખસી જાય છે.  આ જ વખતે સેકન્ડની જ ગણતરીમાં ટ્રેક પરથી પસાર થઈ રહેલી સુપરફાસ્ટ ટ્રેનની અડફેટે બાઇક આવી જાય છે. આથી સેકન્ડમાં જ સુપરફાસ્ટ ટ્રેનની અડફેટે બાઈકના ટુકડે ટૂકડા થઈ જાય છે. જોકે આ વખતે બાઈકના ટૂકડા આસપાસ ફંગોળાઈ છે. એ વખતે જ નજીકમાં ઉભેલા અન્ય એક બાઈક સવાર સુધી કે ટુકડો ફંગોળાતા તે બાઈક સવાર પણ દૂર ખસી જાય છે.

  આ પણ વાંચોઃ-

  જોકે આ ઘટનામાં બાઇક ચાલકે સમય સુચકતા વાપરી અને બાઇકને છોડી અને દૂર થઈ જતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો. પરંતુ સેકન્ડમાં જ બાઈકનો કચ્ચરધાણ વળી ગયો હતો. જોકે આ ઘટનામાં ફુલ સ્પીડે દોડતી  ટ્રેનને કોઇ અસર થઇ ન હતી. પરંતુ આ ઘટનાને કારણે નજરે જોનાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. 24 તારીખે બનેલી આ સમગ્ર ઘટનાનો સીસીટીવી અત્યારે વાયરલ થઇ રહ્યો છે.

  આ પણ વાંચોઃ-

  આમાં વાયરલ થઈ રહેલો વિડિયો એ લોકો માટે પણ ચેતવણી મળે છે જે લોકો ફાટક બંધ હોવા છતાં પણ ક્યારેક ઉતાવળ કરી ટ્રેકને પસાર કરવ  પ્રયાસ કરે છે..ત્યારે આવો જોખમી પ્રયાસ મોતના દરવાજા સુધી લઇ જાય છે.. આથી રેલવે ફાટક બંધ હોય તે વખતે નિયમોનું પાલન કરી અને  ટ્રેન પસાર થઈ જાય પછી ફાટક ખુલવાની રાહ જોવી સમજદારીભર્યું કામ છે. સદ્નસીબે આ ઘટનામાં બાઇક ચાલક નો બચાવ થાય છે.  પરંતુ તમામ ઉતાવળ કરનાર વાહન ચાલકો કે રાહદારીઓ આવા નસીબદાર નથી હોતા..આથી  આ લાઇવ સીસીટીવી ફૂટેજ ઉતાવળમાં ફાંટકો પસાર કરવાનો પ્રયાસ કરતા રાહદારીઓ અને વાહનચાલકો માટે ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય. પરંતુ અત્યારે તો 24 તારીખે બનેલી આ  ઘટનાના સીસીટીવી ફૂટેજનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
  Published by:ankit patel
  First published:January 29, 2021, 22:06 pm

  ટૉપ ન્યૂઝ