Valsad corona news Update: રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કોરોના પોઝિટિવ
Valsad corona news Update: રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કોરોના પોઝિટિવ
જીતુ ચૌધરીની ફાઈલ તસવીર
valsad coronavirus update: રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા રાજ્યમંત્રી (Minister of State for Narmada Kalpsar and Water Supply) જીતુભાઈ ચૌધરી પણ કોરોના સંક્રમિત થયા છે.
ભરતસિંહ વાઢેર, વલસાડઃ વલસાડ જિલ્લામાં કોરોનાનો (coronavirus in valsad) ગ્રાફ તેજ ગતિએ વધી રહ્યો છે. આજે જિલ્લામાં 71 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. સાથે જ વલસાડના કપરાડાના ધારાસભ્ય (Kaparada MLA) અને રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા રાજ્યમંત્રી (Minister of State for Narmada Kalpsar and Water Supply) જીતુભાઈ ચૌધરી પણ કોરોના સંક્રમિત થયા છે. મંત્રી જીતુભાઈ ચૌધરીને (Minister Jitubhai Chaudhary)કોરોનાના લક્ષણો જણાતા તેઓએ સલામતીના ભાગરૂપે રિપોર્ટ કરાવ્યો હતો. અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Coronas report is positive) આવ્યો છે. આથી પોતાને તેઓએ આઇસોલેટ કર્યા છે.
અને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે કોરોના સંક્રમિત થયા છે. તેવી લોકોને જાણ કરી હતી. અને તેમના સંપર્કમાં આવેલા સમર્થકો, લોકો સાથે અરજદારોને પણ સલામતીના ભાગરૂપે કોરોના રિપોર્ટ કરાવવા માટે અપીલ પણ કરી છે. આમ વલસાડ જિલ્લામાં છેલ્લા છ દિવસમાં 150થી વધુ કોરોનાના કેસ આવતા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
કોરોનાનું તેજ ગતિએ વધી રહેલ સંક્રમણ ચિંતાનો વિષય બન્યુ છે. ત્યારે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને કોવિડ 19ની તમામ ગાઇડ લાઇનનું પાલન કરવા માટે જાહેર અપીલ પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 3350 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે (Gujarat Covid-19 cases) કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે બે મોત થયા છે.
આજે અમદાવાદ શહેરમાં 1637 નવા કેસ નોંધાયા છે જ્યારે જિલ્લાના મળીને 1660 કેસ છે, સુરત શહેરમાં 630, વડોદરા શહેરમાં 150, રાજકોટ શહેરમાં 141, આણંદમાં 114, ખેડા 84, સુરત 60, ગાંધીનગર શહેરમાં 59, કચ્છામાં 48, નવસારીમાં 47, ભાવનગર 38, વલસાડ 34, વડોદરા 31, ગાંધીનગર 26, પંચમહાલમાં 26, મોરબીમાં 25, અમદાવાદ જિલ્લામાં 23, જામનગર શહેરમાં 19, રાજકોટ 18 કેસ નોંધાયા છે.