Home /News /south-gujarat /

ધરમપુરમાં વૃદ્ધ પિતાનો જીવ બચાવવા પુત્રએ દીપડી સાથે ભીડી બાથ

ધરમપુરમાં વૃદ્ધ પિતાનો જીવ બચાવવા પુત્રએ દીપડી સાથે ભીડી બાથ

ઘાયલ પિતા

પુત્ર સાથે ઢોર ચરાવવા ગયેલા પશુપાલક પિતા ઉપર બે બચ્ચાં સાથે આવી ચઢેલી દીપડીએ હુમલો કર્યો હતો.

    ન્યૂઝ18ગુજરાતીઃ વલસાડના અતુલ હાઇવે ઉપર આવેલા એક ચાલમાં રહેતા રિક્ષાચાલક ઉપર વહેલી સવારે દીપડાએ હિંસક હુમલો કરવાની ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં ગુરુવારે ધરમપુર તાલુકાના જામલીયા ગામે ડુંગર ઉપરપોતાના પુત્ર સાથે ઢોર ચરાવવા ગયેલા પશુપાલક પિતા ઉપર બે બચ્ચાં સાથે આવી ચઢેલી દીપડીએ હુમલો કર્યો હતો. પશુપાલકે જીવ બચાવવા દીપડી સાથે જીવસટોસટની લડાઇ કરી હતી.

    મળતી માહિતી પ્રમાણે જિલ્લા વન વિભાગની ગંભીર પ્રકારની નિષ્ક્રિયતા અને બેદરકારીભરી કામગીરીને કારણે વલસાડ પારડી, ધરમપુર અને કપરાડા તાલુકાના ગામોમાં દીપડાઓ ખુલ્લેઆમફરી રહ્યા છે. ગુરુવારે જામલીયા ગામના ભાંડારપાડા ફળિયામાં રેહતા 65 વર્ષીય દેવરામભાઇ રાયજીભાઇ પવાર તેમના પુત્ર રમેશ સાથે ગુરુવારે બપોરે તેમની માલિકીના બકરાં તથા ઢોર ચરાવવા માટે ગામમાં આવેલા ડુંગર ઉપરગયા હતા. પુત્ર રમેશ કેટલાક પશુઓ સાથે થોડે દૂર ઊભો હતો. તે સમયે પિતા દેવરામભાઇની નજર અચાનક બે બચ્ચાંઓ સાથે આવી ચઢેલી દીપડી ઉપર પડતા તેઓ ફફડી ઉઠ્યો હતા.

    નજર સામે મોતને જોતા દેવરામભાઇએ દીપડીને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. દીપડીએ ભાગવાને બદલે દેવરામભાઇ ઉપર હુમલો કરી દીધો હતો. જીવ બચાવવા દેવરામભાઇએ દીપડી સાથે બાથ ભીડી હતી. બંને વચ્ચે જીવસોસટની લડાઇ ચાલી હતી.

    આ પણ વાંચોઃ-ધો.10 નપાસ યુવકે મહિલા ડોક્ટર પાસેથી પડાવ્યાં રુ. 10 લાખ

    જે દરમિયાન દેવરામભાઇએ બૂમાબૂમ કરી મુક્તા તેમનો પુત્ર દોડી આવ્યો હતો. પુત્રએ હિંમત દાખવીને પિતાને બચાવવા માટે દીપડી તરફ દોટ મૂકી હતી. પોતાની પાસે હથિયારના નામે માત્ર લાકડી હોવા છતાં તેણે દીપડીને ડરાવી અને ત્યાંથી ભગાવી દીધી હતી. દીપડી સાથેની લડામાં દેવરામભાઇના હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: Dharampur, Fight, Leopard, Valsad, દક્ષિણ ગુજરાત, પુત્ર

    આગામી સમાચાર