દાદરા નગર હવેલીઃ યુગલને બ્લેકમેલ કરીને મહિલા સાથે અડપલાં કરનાર યુવકની પોલીસ કરી ધરપકડ

News18 Gujarati
Updated: December 9, 2018, 4:54 PM IST
દાદરા નગર હવેલીઃ યુગલને બ્લેકમેલ કરીને મહિલા સાથે અડપલાં કરનાર યુવકની પોલીસ કરી ધરપકડ
ઘટના સ્થળની તસવીર

શનિવારે એક આરોપીને ઝડપી પાડી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

  • Share this:
ભરત પટેલ, વલસાડ

દાદરા નગર હવેલીમાં સોશિયલ મીડિયા ઉપર એક મહિલાની છેડતી અંગેનો વીડિયો વાયરલ થયા પોલીસે સક્રિયતા દર્શાવી શુક્રવારે આ મામલે મહિલા પાસે ગુનો નોંધાવ્યોહ હતો. જે બાદ શનિવારે એક આરોપીને ઝડપી પાડી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલાને ચાર શખ્સો જંગલ વિસ્તારમાં શારીરિત અડપલાં કરી બળજબરી કરી રહ્યાંના દ્રશ્યો દેખાયા છે. આ સાથે તે વીડિયો સંઘપ્રદેશ દાદરા નગરહવેલીના સાતમાળિયા જંગલનો હોવાનો અને તેમાં ભોગ બનનાર મહિલા સેલવાસની હોવાનું બહાર આવતા 1 લી ડિસેમ્બર બનેલી આ ઘટનામાં પોલીસે સક્રિયતા દાખવી હતી.

જેમાં પોલીસે ઘટનામાં ભોગ બનનાર મહિલાને શોધી કાઢી તેના નિવેદનને આધારે તથા વીડિયોમાં દેખાતા દ્રશ્યોને ધ્યાનમાં લઇ ચાર આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથધરી હતી. આ ઘટનામાં સેલવાસના પી.આઇ. કે.બી. મહાજન તથા તેમની ટીમે આરોપી પાવલુસ સિંગડા (ઉં.વ.35 રહે. ચીલખી-દાનહ)ને દપાડા ગામમાંથી શનિવારે ઝડપી પાડ્યોહતો. પોલીસે આ આોપીને સેલવાસ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના મંગળવાર સુધી એટલે કે ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચોઃ-દાદરા નગર હવેલીઃ યુગલને બ્લેકમેલ કરી મહિલા સાથે બદકામ કરવાનો પ્રયાસ

એકાંત માણી રહેલા યુગલને પકડીને બ્લેકમેલ કર્યુંમળતી માહિતી પ્રમાણે સાતમાલિયા નજીક એક યુગલ એકાંત માણી રહ્યું હતું ત્યારે અમુક અસામાજિક તત્વો ત્યાં ધસી આવ્યા હતા અને યુગલને બ્લેકમેલ કર્યું હતું. આ અંગેનો વીડિયો પર ઉતારી લેવામાં આવ્યો હતો, બાદમાં મહિલાના પુરુષ મિત્ર પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન એક યુવકે મહિલા સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા આવું ન કરવાની વિનંતી કરી રહી હતી. મહિલાના પુરુષ મિત્રએ અસામાજિક તત્વોને પૈસા આપી દીધા બાદ પણ એક યુવકે મહિલાને ખોટી રીતે સ્પર્શ કરીને તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં.
First published: December 9, 2018
વધુ વાંચો
अगली ख़बर