સેલવાસઃ 'મે રસીના 2 ડોઝ લીધા છે, માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી' આરોગ્ય કર્મીની પોલીસ સાથે બબાલ, જુઓ video

સેલવાસઃ 'મે રસીના 2 ડોઝ લીધા છે, માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી' આરોગ્ય કર્મીની પોલીસ સાથે બબાલ, જુઓ video
વાયરલ વીડિયોની તસવીર

શરૂઆતમાં પોલીસકર્મી પર રોફ જમાવવાનો પ્રયાસ કરે છે. આથી માસ્ક  નહીં પહેરવા બાબતે દલીલ કરી રહેલા આરોગ્ય કર્મીઓની હરકતને પોલીસકર્મી  મોબાઇલના કેમેરામાં રેકોર્ડ કરી લે છે.

 • Share this:
  ભરતસિંહ વાઢેર, સેલવાસ: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના (Union Territory Dadra Nagar Haveli) એક આરોગ્ય કર્મચારી (Health worker) અને પોલીસકર્મીનો (police) માસ્ક પહેરવા બાબતે થયેલી બબાલનો વીડિયો (viral video) સોશિયલ મીડિયામાં વાયરલ (social media) થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો  આ   વીડિયો દાદરાનગર હવેલીના ખાનવેલ વિસ્તારનો હોવાનું  મનાઈ રહ્યું  છે. જેમાં  આરોગ્ય વિભાગનો એક કર્મચારી  હોસ્પિટલમાંથી બહાર નીકળી અને રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો.

  એ વખતે જ તેણે માસ્ક નહિ પહેર્યું હોવાનું  જોતા ફરજ બજાવી રહેલા એક પોલીસ કર્મીએ આરોગ્ય કર્મચારીને  રોક્યો હતો. અને માસ્ક  નહિ પહેરવા બાબતે ટકોર કરી હતી.. જોકે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતો હોવા છતાં પણ આ કર્મચારીએ  એ પોતે માસ્ક નહીં પહેર્યું હોવા છતાં પણ બિનજરૂરી રીતે પોલીસ કર્મી સાથે વિવાદમાં ઉતરે છે. અને પોલીસકર્મી જ્યારે તેને માસ્ક  કેમ નથી પહેર્યું ?? તેવો સવાલ કરતા જ આરોગ્ય કર્મચારી પોતે કોઈ અધિકારી સાથે પોલીસકર્મીની વાત કરવા જણાવી.  શરૂઆતમાં પોલીસકર્મી પર રોફ જમાવવાનો પ્રયાસ કરે છે. આથી માસ્ક  નહીં પહેરવા બાબતે દલીલ કરી રહેલા આરોગ્ય કર્મીઓની હરકતને પોલીસકર્મી  મોબાઇલના કેમેરામાં રેકોર્ડ કરી લે છે. તેમ છતાં આરોગ્ય કર્મચારીએ પોતે રસીના બંને ડોઝ લઈ લીધા છે. આથી પોતાને માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી આવી બિનજરૂરી વ્યર્થ દલીલ કરી અને પોલીસ કર્મીને દબલાવવા નો  પ્રયાસ કરે છે.

  આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

  આ પણ વાંચોઃ-શૌચ કરવા જતી મહિલાનું અપહરણ કરીને 11 લોકોએ આખી રાત કર્યો ગેંગરેપ, 8 આરોપી કોરોના પોઝિટિવ

  પરંતુ પોલીસકર્મી તમામ હરકતનો વીડિયો રેકોર્ડ કરી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ધ્યાન દોરે છે. આથી પોલીસે માસ્ક  નહીં કર્યું હોવા છતાં પણ પોલીસકર્મી સાથે વિવાદમાં ઉતરેલા આરોગ્યકર્મચારીની ગરમી ઉતારવા માસ્ક  નહિ પહેરવા બાબતે પોલીસએ દંડ ફટકાર્યો હતો. અને આરોગ્ય કર્મચારીની શાન ઠેકાણે લાવે છે. આથી શરૂઆતમાં  માસ્ક નહિ પહેરવા પોલીસકર્મી સામે ખોટી દલીલ કરતા આ આરોગ્ય કર્મચારીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

  આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

  આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

  અને  પોતે વીડિયો રેકોર્ડ કરી પોતાના વર્તન બદલ માફી માંગી હતી. અને લોકોને પણ માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી. સાથે જ  પોલીસે ફટકારેલ  દંડ પણ ભરવા જઇ રહ્યો હોવાનું જણાવી માફી માગી હતી. આ વિડીયો પણ  સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આમ શરૂઆતમાં માસ્ક નહીં પહેર્યું  હોવા છતાં પણ પોલીસકર્મી સામે રોફ  જમાવતા આરોગ્ય કર્મચારીએ ને કાયદાનું ભાન થતાં માસ્ક પહેરી અને લોકોને પણ માસ્ક  પહેરવા અપીલ કરી હતી.  આમ પોલીસે ત્રીજું નેત્ર ખોલતા શરૂઆતમાં  પોલીસ કર્મી પર રોફ જમાવવાનો પ્રયાસ કરતા આરોગ્ય કર્મચારી  એ માફી માગી અને પોતાની ભૂલ સ્વીકારી હતી. અત્યારે  સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં આ  આરોગીકર્મચારી  અને પોલીસ કર્મીનો માસ્ક પહેરવા બાબતે થયેલી બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે ચર્ચા નું કેન્દ્ર બન્યો છે.
  Published by:ankit patel
  First published:April 19, 2021, 20:02 pm

  ટૉપ ન્યૂઝ