Home /News /south-gujarat /

કોરોના સંક્રમણ વધતા પ્રશાસન દ્વારા કડક નિયમોનો અમલ શરૂ, અઠવાડિયાના ત્રણ દિવસ દમણના આ સ્થળો બંધ રહેશે

કોરોના સંક્રમણ વધતા પ્રશાસન દ્વારા કડક નિયમોનો અમલ શરૂ, અઠવાડિયાના ત્રણ દિવસ દમણના આ સ્થળો બંધ રહેશે

અઠવાડિયાના

અઠવાડિયાના ત્રણ દિવસ દમણ ના આ સ્થળો બંધ રહેશે

સંઘપ્રદેશ દમણમાં કોરોના સંક્રમણ વધતા પ્રશાસન દ્વારા કડક નિયમોનો અમલ શરૂ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત હવે દમણના દરિયા કિનારાના 

    વલસાડ:  રાજ્યના પડોશમાં આવેલા નાના સંઘપ્રદેશ દમણમાં પણ કોરોના સંક્રમણ વધતા પ્રશાસન દ્વારા કડક નિયમોનો અમલ શરૂ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત હવે દમણના દરિયા કિનારાના જાણીતો સી ફેસ રોડ રામ સેતુ બીચ અને અન્ય પર્યટન સ્થળો પર પર્યટકો માટે રોક લગાવવાની શરૂઆત થઇ છે. પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારા ને અડીને આવેલા સી ફેસ રોડ અને રામ સેતુ બીચ ને અઠવાડિયા ના ત્રણ દિવસ બંધ રાખવામાં આવશે. સાથે જ સંઘપ્રદેશ દમણમાં પ્રવેશ માટે પર્યટકોએ કોરોના ના બે ડોઝ લીધા છે. તેવું સર્ટિફિકેટ પણ બનાવવાનું રહેશે.

    મહત્વપૂર્ણ છે કે પ્રદેશમાં વધતા સંક્રમણ ને કાબુ માં રાખવા પ્રશાસન દ્વારા વધારે કડક નિયમોનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને દમણના તમામ પ્રવેશ દ્વાર પર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. જ્યાં દમણમાં પ્રવેશતા પર્યટકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ પર્યટકોએ કોરોના રસી ના બે ડોઝ લીધા છે કે કેમ..? તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: પરીક્ષા કૌભાંડ: 16 લાખ લઇને નોકરીઓ અપાઇ, CBI તપાસ થવી જોઇએ: યુવરાજસિંહ

    મહત્વપૂર્ણ છે કે પ્રદેશમાં વધતા સંક્રમણ ને કાબુ માં રાખવા પ્રશાસન દ્વારા હર સંભવ પ્રયાસ કરવામા આવી રહ્યા છે ત્યારે દમણના દરિયા કિનારે આવેલા જાણીતા સ્થળો અઠવાડિયા માં ત્રણ દિવસ શુક્ર ,શનિ અને રવિવારના દિવસે મોટી સંખ્યામાં પર્યટકો એકઠા થતા હોવાથી સંક્રમણ ફેલાવવાની શક્યતા વધી જાય છે. આથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા દમણના સી ફેસ રોડ અને રામસેતુ રામસેતુ બીચ પર અને અન્ય પર્યટન સ્થળો પર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. આમ નાનકડા સંઘપ્રદેશ દમણમાં પ્રશાસન દ્વારા સંક્રમણ ને રોકવા હર સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Valsad, દમણ, વલસાડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन