વલસાડઃ પોલીસ અને સુરતના પરિવાર વચ્ચે જાહેરમાં મારામારી

News18 Gujarati
Updated: July 9, 2018, 8:06 AM IST
વલસાડઃ પોલીસ અને સુરતના પરિવાર વચ્ચે જાહેરમાં મારામારી
પોલીસ અને કાર ચાલક વચ્ચે જાહેરમાં મારામારી
News18 Gujarati
Updated: July 9, 2018, 8:06 AM IST
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા નજીક બે પોલીસ કોન્સ્ટેબલ અને સુરતના એક પરિવાર વચ્ચે જાહેરમાં જ મારામારી થઈ હતી. આ મારામારીનો લાઇવ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. હાલ આ વીડિયો જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

પોલીસે કાર રોકવાનો ઈશારો કરતા મામલો બીચક્યો

મળી રહેલી માહિતી પ્રમાણે ઉદવાડા નજીક એક કાર બેફામ દોડી રહી હતી. આ સમયે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જે બાદમાં કાર ચાલક યુવકે બહાર નીકળ્યો હતો અને ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી દીધો હતો. બાદમાં આ આખો મામલો બીચક્યો હતો.

નજીકમાં ફરજ પર રહેલો કોન્સ્ટેબલ દોડ્યો

પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થયાનું જાણીને નજીકમાં જ તહેનાત એક ટ્રાફિક કોન્સ્ટેબલ ત્યાં પહોંચી ગયો હતો અને પોલીસ સામે રોફ જમાવનાર યુવકની ધોલાઈ કરી હતી. યુવકને માર પડતો જોઈને કારમાં સવાર મહિલાઓ પણ વચ્ચે પડી હતી. મહિલાઓએ પણ બંને પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી અને મારામારી કરી હતી. સામે પોલીસે પણ મહિલાઓ ઉપર હાથ ઉપાડ્યો હતો અને મારામારી કરી હતી.

કાર ચાલક નશામાં હોવાથી પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી


જાહેરમાં બનેલી ઘટનાને લઇ આસપાસ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. સતત દસ મિનિટ સુધી પોલીસ કોન્સ્ટેબલ અને સુરતના પરિવાર વચ્ચે ઝપાઝપી અને મારામારી ચાલી હતી. બાદમાં પોલીસના અન્ય જવાનોએ સ્થળ પર પહોંચી તપાસ કરતા મારામારી કરનાર યુવકે નશો કર્યો હોવાનું બહાર આવતા પારડી પોલીસે દારૂ પીને ગાડી ચલાવવાનો ગુનો દાખલ કરીને યુવકની ધરપકડ કરી હતી.
Loading...

આ જોઈને પોલીસ કોન્સ્ટેબલ પર રોફ જમાવનારા પરિવારજનોની શાન ઠેકાણે આવી હતી અને યુવકને છોડી મૂકવા આજીજી કરી હતી. જોકે, પોલીસે આરોપી સોહેબ અબ્દુલ રઝાક સોલંકીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
First published: July 9, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...