Home /News /south-gujarat /સાધ્વી પ્રજ્ઞા ઠાકુર બીલીમોરાની મુલાકાતે, 'રામ મંદિર બનશે, સાધુ-સંતો બનાવશે'

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર બીલીમોરાની મુલાકાતે, 'રામ મંદિર બનશે, સાધુ-સંતો બનાવશે'

sadhvi pragya thakur visit in bilimora

sadhvi pragya thakur visit in bilimora

    સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આજે દક્ષિણ ગુજરાતમાં આવેલ બીલીમોરાની મુલાકાતે આવ્યા છે. સાધ્વી ઠાકુર બીલીમોરામાં નવનાથ આશ્રમમાં ગજાનન વર્ષની ઉજવણીમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે, જયાં તેમણે હિન્દુત્વ પર પોતાના વિચાર રજૂ કર્યા હતા.

    મળતી માહિતી મુજબ, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર બીલીમોરાના નવનાથ આશ્રમમાં ગજાનન વર્ષની ઉજવણીમાં ભાગલેવા માટે પહોંચ્યા હતા, અહીં તમેણે હિન્દુત્વ પર પોતાના વિચાર રજૂ કરી રામ મંદિરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

    સાધ્વી પ્રક્ષાએ બાળકી પર બળાત્કાર મુદ્દે પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કઠુઆ દુષ્કર્મ વામપંથીઓનું ષડયંત્ર છે. દુષ્કર્મના આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.

    સાધ્વી પ્રક્ષાએ રામમંદિર મુદ્દે પોતાનો વિચાર રજૂ કરતા કહ્યું કે, હિન્દુત્વને બચાવવા માટે ધર્મ પર ચાલવાની જરૂર છે. અયોદ્યામાં રામ મંદિર તો બનશે જ, સાધુ સંતો રામમંદિર બનાવશે.

    તેમણે ભ્રષ્ટાચાર મુદ્દો ઉઠાવી કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યું કે, અગાઉની સરકારમાં ખુબ ભ્રષ્ટાચાર હતો, હાલની મોદી સરકાર ઈમાનદાર છે. જેનું ઉદાહરણ એ છે કે હું નિર્દોષ હોવા છતાં મારે 9 વર્ષ જેલમાં રહેવું પડ્યું.

    ઉલ્લેખનીય છે કે, 2008 માંલેગાવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર આરોપી તરીકે હતા, તેમણે આ કેસમાં 9 વર્ષની સજા ભોગવી, આખરે એનઆઈએ તપાસ બાદ તેમને ક્લીનચીટ આપી હતી. અને મુંબઈ હાઈકાર્ટે તેમને જામીન પર મુક્ત કર્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bilimora, Sadhvi pragya thakur, Visit

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन