Home /News /south-gujarat /

Valsad: તાલુકાની સૌથી મોટી અને મહત્વની એવી પારડીની પંચાયતનું પરિણામ જાહેર, સતત 5મી વાર વિજેતા રહ્યા આ ઉમેદવાર

Valsad: તાલુકાની સૌથી મોટી અને મહત્વની એવી પારડીની પંચાયતનું પરિણામ જાહેર, સતત 5મી વાર વિજેતા રહ્યા આ ઉમેદવાર

પારડી

પારડી સાંઢપોર ગ્રામપંચાયત ના સરપંચ તરીકે ધર્મેશભાઈ ઉર્ફે ભોલાભાઈ પટેલનો વિજય થયો

વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ત્યારે વલસાડ તાલુકાની સૌથી મોટી અને મહત્વની એવી પારડી સાંઢપોર 

    વલસાડ: જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ત્યારે વલસાડ તાલુકાની સૌથી મોટી અને મહત્વની એવી પારડી સાંઢપોર ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આ વખતે પણ પારડી સાંઢપોર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ધર્મેશભાઈ ઉર્ફે ભોલાભાઈ પટેલનો જંગી લીડથી વિજય થયો છે.

    વલસાડ તાલુકાની સૌથી મોટી અને મહત્વની એવી પારડી સાંઢપોર ગ્રામ પંચાયતની ચૂંટણી ના પરિણામો જાહેર થયા છે. અને ધર્મેશ ઉર્ફે ભોલાભાઈ પટેલ નો વિજય થયો છે. મહત્વપૂર્ણ છે કે સરપંચ પદના ઉમેદવાર ધર્મેશ ઉર્ફે ભોલાભાઈ પટેલ સતત પાંચમી વખત પારડી સાંઢપોર ગ્રામ પંચાયતની ચૂંટણી લડ્યા હતા. અને પાંચમી વખત ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાયા છે.

    આ પણ વાંચો: સુરતમાં ઓમિક્રોનનો વધુ એક શંકાસ્પદ કેસ, ભૂલકા વિહાર શાળામાં 3 વિદ્યાર્થીને કોરોના

    મહત્વનું છે કે, ભોલાભાઈ પટેલ વલસાડ જિલ્લા કોંગ્રેસ નું મોટું માથું છે. અગાઉ તેઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ચૂંટણી લડીને વિજેતા થયા છે. અને વલસાડ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂકયા છે. ત્યારે ફરી એક વખત પારડી સાંઢપોર ગામ પંચાયતમાં સતત પાંચમી વખત તેઓ વિજેતા થઈ અને સરપંચ પદ સંભાળતા તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. કોંગ્રેસ નું મોટું માથું ભોલા પટેલ પોતાના જ ગ્રામ પંચાયતમાં ચૂંટણી લડીને વિજેતા થયા છે. અને તેમને મતદારોનો આભાર માન્યો હતો. અને પોતાના ગામના બાકી રહેલા વિકાસના કામો પૂરા કરશે તેવી ખાતરી આપી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Valsad, ચૂંટણી, પરિણામ, વલસાડ

    આગામી સમાચાર