ભરૂચ-વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો, અનેક જગ્યાએ હળવો વરસાદ

News18 Gujarati
Updated: May 23, 2018, 8:17 AM IST
ભરૂચ-વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો, અનેક જગ્યાએ હળવો વરસાદ

  • Share this:
રાજ્યમાં અનેક જગ્યાએ કાળઝાળ ગરમી અને બફારામાંથી અચાનક હાશકારો મળ્યો હોય તેમ  વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વલસાડ અને ભરૂચ જિલ્લામાં એકાએક વાતાવરણ પલટાયુ છે. અનેક જગ્યાએ ઠંડા પવનો ફૂંકાવવાની સાથે વરસાદી માહોલ બંધાયો છે.

છેલ્લા કેટલાય દિવસથી લોકો ધમધોખતા તાપને કારમે ત્રાહિમામ પોકારી ગયા હતાં. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વાપી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો.

લોકોએ જ્યારે રાહતનો શ્વાસ લીધો છે ત્યારે બીજી બાજુ વલસાડ અને ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. ખેડૂતોને ભીતિ છે કે જો વરસાદ વધારે પડશે તો કેરીના પાકને નુકસાન થઇ શકે છે.

રાજકોટમાં હતી રેડ એલર્ટ
રાજકોટમાં 45 ડીગ્રી આકરી ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને મહાનગરપાલિકાએ રેડ એલર્ટ જાહેર કર્યું હતુ. હવે પવનની દિશા બદલીને વેસ્ટર્નલી ટુ નોર્થ વેસ્ટર્નલી થતા ગરમીમાં સાવ નજીવી અને આંશિક રાહત થઈ હતી.
First published: May 23, 2018, 8:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading