પેશા એક્ટ લાગુ,જંગલ પેદાશો પર હવે આદિજાતિની માલીકી

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 19, 2017, 6:23 PM IST
પેશા એક્ટ લાગુ,જંગલ પેદાશો પર હવે આદિજાતિની માલીકી
છોટાઉદેપુરઃઆજે આખરે રાજ્ય સરકારે પેશા એક્ટના અમલીકરણની જાહેરાત કરી દીધી છે. જેને લઇ હવે જંગલી પેદાશો પરની સંપુર્ણ માલિકી વનબંધુઓ તેમજ આદીવાસીઓની રહેશે. જંગલી વિસ્તારની પેદાશો પર સંપુર્ણ માલિકી તે ગ્રામ પંચાયતની હવેથી થઇ જશે. ગ્રામસભામાં લેવાયેલો નિર્ણય માન્ય રહેશે. સીએમ દ્વારા આજે પેશા એક્ટની જાહેરાત કરાઇ હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 19, 2017, 6:23 PM IST
છોટાઉદેપુરઃઆજે આખરે રાજ્ય સરકારે પેશા એક્ટના અમલીકરણની જાહેરાત કરી દીધી  છે. જેને લઇ હવે જંગલી પેદાશો પરની સંપુર્ણ માલિકી વનબંધુઓ તેમજ આદીવાસીઓની રહેશે. જંગલી વિસ્તારની પેદાશો પર સંપુર્ણ માલિકી તે ગ્રામ પંચાયતની હવેથી થઇ જશે. ગ્રામસભામાં લેવાયેલો નિર્ણય માન્ય રહેશે. સીએમ દ્વારા આજે પેશા એક્ટની જાહેરાત કરાઇ હતી.
ગુજરાત પંચાયતની જોગવાઈઓ અધિનિયમ હેઠળના પેશા નિયમો 2017 સબબ આદિજાતિ સમાજને મળતા સવિશેષ અધિકારો માટે આદિજાતિ સંગઠનો દ્વારા અનેક વખત આંદોલન દ્વારા પેશા કાનુન લાગુ કરવા માટે રજુઆતો કરવામા આવી હતી. જેને આજે આખરે લાગુ કરી દેવાની જાહેરાત રાજયના મુખ્ય પ્રધાન વીજય રૂપાણીએ છોતાઉદેપુર ખાતે યોજાયેલા વન બંધુ કલ્યાણ મેળામા કરી હતી.

પેશા એક્ટ હેઠળ હવે વનબંધુઓને જંગલ પેદાશોની સંપુર્ણ માલિકી ગ્રામ પંચાયતની અને આદિજાતિ સમાજની રહેશે. ઉપરાંત જંગલ અને જંગલમા વસ્તા લોકો માટે હવે તમામ નિર્ણયો ગ્રામ સભામા લઈ શકાશે. તેમજ હવે ખાણ અને લીઝો પણ આદિજાતિના લોકોને હરાજીથી આપવામા આવશે. અને ગ્રામ સભા થકી તેઓ પોતાના દળ સ્વતંત્ર દળની રચના પણ કરી શકશે.
First published: January 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर