'મુસ્લિમો ભાજપને મત નથી આપતા','છતાં અમે સન્માન આપીએ છીએ':પ્રસાદનું વિવાદિત નિવેદન

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 22, 2017, 2:16 PM IST
'મુસ્લિમો ભાજપને મત નથી આપતા','છતાં અમે સન્માન આપીએ છીએ':પ્રસાદનું વિવાદિત નિવેદન
'મુસ્લિમો ભાજપને મત નથી આપતા છતાં અમે મુસ્લિમોનું ધ્યાન રાખીએ છીએ.મુસ્લિમોને પરેશાન કરવામાં નથી આવતા. ભાજપના નેતા રવિશંકર પ્રસાદના નિવેદન બાદ વિવાદ વકર્યો છે. જો કે વિવાદ વધુ થતા પ્રસાદ પાછળથી ફેરવી તોડ્યુ છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 22, 2017, 2:16 PM IST

'મુસ્લિમો ભાજપને મત નથી આપતા છતાં અમે મુસ્લિમોનું ધ્યાન રાખીએ છીએ.મુસ્લિમોને પરેશાન કરવામાં નથી આવતા. ભાજપના નેતા રવિશંકર પ્રસાદના નિવેદન બાદ વિવાદ વકર્યો છે. જો કે વિવાદ વધુ થતા પ્રસાદ પાછળથી ફેરવી તોડ્યુ છે.


મુસ્લિમો અંગે નિવેદન બાદ રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા કરતા ટ્વિટ કરી કહ્યું કે,ભારતીય સંસ્કૃતિનું સન્માન કરીએ છીએ.અમારી સરકારનો લક્ષ્ય તમામનો વિકાસ.વોટ બેંકના આધાર પર વિકાસ નથી કરતા.


રવિ શંકર પ્રસાદે મુસ્લિમો અંગે નિવેદન એક કાર્યક્રમમાં આપ્યુ હતું. જેને લઇ સોશિયલ મીડિયા પર તેમના ખુબ આલોચના પણ થઇ છે. તેમણે કહ્યુ હતું કે, મુસ્લિમો ભાજપને વોટ નથી આપતા છતાં સરકારે તેમને સન્માન આપે છે.


પ્રસાદના નિવેદન પર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી હતી. પાર્ટી નેતા શકીલ અહેમદે કહ્યુ ભાજપનો અસલી ચહેરો સામે આવ્યો છે.અસદુદ્દીન ઔવેસીએ રવિશંકર પ્રસાદના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે,બંધારણે અધિકાર આપ્યા છે, તમે નહીં.


હીરો મોટોકોર્પના કાર્યક્રમ માઇડમાઇન સમિટમાં એક સવાલના જવાબ આપતા પ્રસાદે કહ્યુ, અમારા 13 મુખ્યમંત્રી છે, અમે દેશ ચલાવીએ છીએ. આમ છતાં શું અમે ઉદ્યોગ કે સેવાક્ષેત્રમાં કામ કરતા કોઇ મુસલમાનને પરેશાન કર્યો?


સંસ્કૃતિ અને બહુમતા પર વિકાસના પ્રભાવને લઇ એક સવાલ પર તેમણે કહ્યુ શું અમે તેમને બર્ખાસ્ત કર્યા?, અમને મુસલમાનોના વોટ નથી મળતા, હું સ્પષ્ટ રૂપે આ સ્વીકાર કરું છું, પરંતુ અમે તેમને પુરુ સન્માન આપ્યું છે કે નહી?


પ્રસાદે કહ્યુ, અમે ભારતની સંસ્કૃતિને નમ કરીએ છીએ. આ જોવાની બે રીત છે. આજે હું સ્પષ્ટ બોલીશ. અમારી વિરુદ્ધ લાંબા સમયથી અભિયાન ચાલી રહ્યુ છે. પરંતુ અમે ભારતની જનતાના આર્શીવાદથી અહી છીએ.


 


 


First published: April 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर