વલસાડમાં કોન્સ્ટેબલ રૂ.60હજારની લાંચ વચેટીયા મારફતે લેતા ઝબ્બે

A
Updated: January 1, 1970, 5:30 AM IST
વલસાડમાં કોન્સ્ટેબલ રૂ.60હજારની લાંચ વચેટીયા મારફતે લેતા ઝબ્બે
વલસાડઃવલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં વચેટીયા મારફતે લાંચ સ્વીકારતા કોન્સ્ટેબલ એસીબીની ટ્રેપમાં આબાદ ઝડપાઇ ગયા હતા. જેને લઇને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

વલસાડઃવલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં વચેટીયા મારફતે લાંચ સ્વીકારતા કોન્સ્ટેબલ એસીબીની ટ્રેપમાં આબાદ ઝડપાઇ ગયા હતા. જેને લઇને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
વલસાડઃવલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં વચેટીયા મારફતે લાંચ સ્વીકારતા કોન્સ્ટેબલ એસીબીની ટ્રેપમાં આબાદ ઝડપાઇ ગયા હતા. જેને લઇને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્ટેબલ પારસ જાંબુડિયા દ્વારા એક આરોપીની ધરપકડ કરાઇ હતી. આરોપીને હેરાન પરેશાન ન કરવા માટે તેણે રૂ.60હજારની લાંચ માગી હતી. આ લાંચ તેઓ વચેટીયા દ્વારા પાનના ગલ્લા પર લીધી ત્યારે એસીબી ટ્રેપમાં વચેટીયો ઝડપાઇ ગયો હતો. જ્યારે કોન્સ્ટેબલ પારસ જાંબુડિયાને ફરાર થઇ ગયો હતો. ફરિયાદીનો દમણમાં છાયા બાર આવેલો છે,આ બારના એક કર્મચારીની બે દિવસ અગાઉ દારૂની હેર ફેરીના મામલે પોલીસે ધરપકડ કરી હતી.આ મામલા ની તપાસમાં સામેલ કોન્સ્ટેબલ પારસ જાંબુડિયા એ ફરિયાદી પાસે થી આરોપી ને હેરાન પરેશાન નહિ કારાવા અને માર નહિ મારવા માટે રૂપિયા 60 હજાર માંગ્ય હતા .આથી ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરી ફરિયાદ કરી હતી.આથી એસીબી ની ટીમે લાંચિયા કોન્સ્ટેબલ ને લાંચ લેતા રંગે હાથ ઝડપવા માટે છટકું ગોઠવ્યું હતું.જે મુજબ એસીબીના કહેવા પ્રમાણે ફરીયાદીએ કોન્સ્ટેબલને રૂપિયા લેવા બોલાવ્યો હતો.આથી કોન્સ્ટેબલે ફરિયાદીને પોલીસ સ્ટેસન સામે આવેલ રાધે ક્રિષ્ણ પણ સેન્ટર પર આવવા કહ્યું હતું. ત્યારબાદ કોન્સ્ટેબલએ લાંચની રકમ પણ ગલ્લો ચલાવતા માખી આહીર ને આપવા જણાવ્યું હતું.તે વખતેજ ત્યાં એ સી બી એ છાપો માર્યો હતો.જોકે મામલા ની ગંધ આવી જતા કોન્સ્ટેબલ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.જયારે લાંચ ની રકમ રૂપિયા 60 હજાર સ્વીકારતા ગલ્લાવાળા માખી આહીરની એસીબીએ ધરપકડ કરી હતી.પકડાયેલો આરોપી અગાઉ પણ પોલીસ સાથે મીઠા સંબધ ધરાવતો હતોઅને આ વખતે લેતીદેતી માં ઝડપાઈ ગયો છે.
First published: October 1, 2015
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...