Home /News /south-gujarat /

વલસાડઃ મહિલાને માર મારતો live video, બાળક ચોરની આશંકાએ મહિલા ઉપર તૂટી પડ્યું લોકોનું ટોળું

વલસાડઃ મહિલાને માર મારતો live video, બાળક ચોરની આશંકાએ મહિલા ઉપર તૂટી પડ્યું લોકોનું ટોળું

વીડિયો પરની તસવીર

valsad news: મહિલાની (woman) હરકત શંકાસ્પદ (Hitch suspicious) લાગતાં તેઓએ મહિલાને પકડી હતી. આ મહિલા બાળકો ઉઠાવવા આવી હોવાના આક્ષેપ લગાવી લોકો મહિલા પર તૂટી (peoples beats woman) પડ્યા હતા.

    ભરતસિંહ વાઢેર, વલસાડઃ વલસાડ જિલ્લાના (valsad news) પારડીમાં (pardi news) એક મહિલાને લોકોએ બાળક ચોરવા (child thief woman) આવી હોવાના આક્ષેપ લગાવી ઢોર માર માર્યો (women beaten by people) હતો. પારડીના એક વિસ્તારમાં મહિલા ફરી ગઈ હતી. એ દરમિયાન કેટલાક લોકોને મહિલાની હરકત શંકાસ્પદ લાગતાં તેઓએ મહિલાને પકડી અને ત્યારબાદ તેની પૂછપરછ કરી હતી. જોકે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા બાદ  આ મહિલા બાળકો ઉઠાવવા આવી હોવાના આક્ષેપ લગાવી લોકો મહિલા પર તૂટી પડ્યા હતા. અને  ઢોર માર માર્યો હતો. મહિલાઓની સાથે પુરુષોએ પણ બેરહમીથી આ મહિલાની સાથે હાથાપાઈ કરી હતી.

    લોકોના ટોળા વચ્ચે ઘેરાયેલી મહિલા પોતાના છોડવાની આજી જી  કરી રહી હતી.પરંતુ તેમ છતાં રોષે ભરાયેલા લોકો કંઈ સમજવા તૈયાર ન હતા. અને  આ મહિલા બાળકો ચોરવા જ આવી હોવાની આશંકા સાથે ઢોર માર માર્યો હતો.

    ઘટનાની જાણ થતા જ પારડી પોલીસએ  હોસ્પિટલમાં મહિલાની  સારવાર કરાવી હતી. ત્યારબાદ મહિલાની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



    જોકે મહિલા બાળકો ચોરવા નહિ પરંતુ ભીખ માંગવા ફરી રાહ હોવાના રટણ કરી રાખ્યું હતું. આથી પોલીસે મહિલા ની ફરિયાદ લઈ હકીકત જાણવા ઊંડાણપૂર્વક તપાસ કરી છે.

    પ્રાથમિક માહિતી મુજબ ભોગ બનેલ મહિલા  નવસારી જિલ્લાની હોવાનું બહાર આવ્યું છે. જોકે અત્યારે મહિલાને ઢોર માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આથી મુદ્દો અત્યારે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

    ઉલ્લેખનીય છેકે બાળક ચોરીની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. તાજેતરમાં સોલા સિવિલ હોસ્પિટલમાં પણ નવજાત બાળકની ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અને આ ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું.

    સોલા પોલીસ સ્ટેશનના સ્ટાફે અથાગ મહેનત કરીને બાળક ચોરી કરનાર મહિલાને પકડી પાડી હતી. અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી. એટલું જ નહીં પોલીસે આ કામ માટે અનેક સીસીટીવી ફૂટેજ અને અનેક ટીમો બનાવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટરની સૂજ બૂજથી મહિલા ઝડપાઈ હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime news, Gujarati News News, Latest viral video, Valsad news

    આગામી સમાચાર