Home /News /south-gujarat /

દારૂનો નશો કરી Gujarat તરફ આવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા Valsad જિલ્લા પોલીસની વિશેષ તૈયારી

દારૂનો નશો કરી Gujarat તરફ આવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા Valsad જિલ્લા પોલીસની વિશેષ તૈયારી

દારૂનો

દારૂનો નશો કરી ગુજરાત તરફ આવતા લોકોને પકડી કાર્યવાહી કરવા પોલીસ ની વિશેષ તૈયારીઓ

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીમા દારૂનો નશો કરી ગુજરાત તરફ આવતા લોકોને પકડવા પોલીસે તમામ તૈયારી કરી લીધી છે. જિલ્લાની 24 બોર્ડરો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

    31st december: થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી માટે ખાવા-પીવાના અને પાર્ટી કરવાના શોખીનો સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર (Dadra Nagar Haveli and Maharashtra) મા જતા હોય છે. જોકે કેટલાક લોકો દારૂનો નશો કરી ગુજરાતમાં (Gujarat)  પ્રવેશતા હોય છે. ત્યારે દારૂનો નશો કરી ગુજરાતમા પ્રવેશતા દારૂડિયાઓને પકડીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામા આવતી હોય છે.

    દર વર્ષે દારૂનો નશો કરી ગુજરાત તરફ આવતા લોકો મોટી સંખ્યામાં પકડાતા હોવાથી પોલીસ સ્ટેશનો ઉભરાય છે. જેને લઈ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મથકોની નજીકના કેટલાક હોલ, વાડીઓ, ભાડે રાખવામાં આવી છે. તો કેટલાક પોલીસ મથકોમાં તેમજ મેદાનોમાં મંડપો પણ બાંધવામાં આવ્યા છે.

    મહત્વપૂર્ણ છે કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીમા દારૂનો નશો કરી ગુજરાત તરફ આવતા લોકોને પકડવા પોલીસે તમામ તૈયારી કરી લીધી છે. જિલ્લાની 24 બોર્ડરો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અને અત્યાર સુધી પોલીસે 835 થી વધુ દારૂડિયાઓને જડપ્યા છે. અને તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રાઈવ 1 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે ત્યારે હજુ પણ મોટી સંખ્યામાં દારૂડિયો પકડાશે જેને ધ્યાને લઇ વિશેષ તૈયારીઓ કરી દેવાઈ છે.

    દર વર્ષે મોટી સંખ્યામાં નશાની હાલતમાં શોખીનો પકડાતા હોવાથી પોલીસ સ્ટેશનનો આરોપીઓ થી ઉભરાય છે. આથી આટલી મોટી સંખ્યામાં આરોપીઓને રાખવા માટે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનોની બહાર મંડપો બાંધવા પડે છે. તો કેટલીક જગ્યાએ ખુલ્લા મેદાનોમાં કાર્યવાહી કરવામાં આવે છે. તો કેટલાક પોલીસ સ્ટેશનો દ્વારા આરોપીઓ ને રાખવા માટે હોલ અને વાડીઓ પણ ભાડે રાખવામાં આવે છે.

    વલસાડ જિલ્લામાં આ વખતે પણ પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનની બહાર આરોપીઓ માટે મંડપ બાંધવામાં આવ્યો છે. તો પારડી પોલીસે આરોપીઓને રાખવા એક હોલ ભાડે રાખ્યો છે. અને આવી રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં પોલીસની કાર્યવાહીમાં એટલી મોટી સંખ્યામાં આરોપીઓ ઝડપાઈ રહ્યા છે કે તેમણે રાખવા અને સંભાળવા માટે આખા જિલ્લા ની પોલીસ ને કામે લગાવવી પડે છે. આ વખતે પણ પોલીસની આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં આરોપીઓ પકડાયા હોવાથી પોલીસ સ્ટેશનમાં મેળા જેવો માહોલ છે.
    First published:

    Tags: 31st december, Valsad, Vapi

    આગામી સમાચાર